ખેરગામ તાલુકામાં 19.48 લાખ નું પશુ માટે નું ખાણદાણ નું વિતરણ કરાયું.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ખાણદાણ સહાય યોજના હેઠળ ખેરગામ તાલુકાના 530 પશુ પાલકો ને વિના મુલ્યે ખાણદાણ યોજના નો લાભ મળ્યો.

ગુજરાત રાજ્ય સરકાર ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પશુપાલન-ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલ અને પરસોતમભાઈ સોલંકી દ્વારા પશુપાલન ખાણદાણ સહાય યોજના અમલ માં મુકવામાં આવી હતી.

જેમાં સન ૨૦૨૪-૨૫ માં સરકારના – આઇ ખેડુત પોર્ટલ – દ્વારા ઓનલાઇન અરજીઓ પશુપાલકો પાસે મંગાવી હતી. આ યોજના માં ડ્રો પદ્ધતિ થી લાભાર્થીની પસંદગીમાં ખેરગામ તાલુકામાંથી ૫૩૦ પશુપાલકો સહાય માટે નસીબદાર બન્યા હતા. આ યોજના અંતર્ગત ડ્રો માં જે પશુપાલક નું નામ આવ્યું હતું એવા દરેક પશુપાલકને ત્રણ ત્રણ ગુણી પશુ ખાણદાણની- જેની બજારમાં કિંમત રુ.૩,૬૭૫/-થાય છે- જેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય સરકાર ના પશુપાલન ખાણદાણ સહાય યોજના અંતર્ગત ખેરગામ તાલુકામાં બે યોજના હાલ કાર્યરત છે. જેમાં ગાભણ પશુ ખાણદાણ અને વિયાણ બાદની ખાણદાણ યોજના. ગાભણ યોજનામાં ૩૪૪ અને વિયાણ બાદમાં ૧૮૬-બંને યોજના મળીને ૫૩૦ લાભાર્થીને લગભગ રૂપિયા ૧૯.૪૮ લાખનું વિનામૂલ્યે ખાણદાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે લેવા લાભાર્થી ઓ દ્વારા ઘસારો થયો હતો.

 વાવ,પણંજ ખેરગામના લાભાર્થીને ખેરગામ કેન્દ્રથી જિલ્લા પંચાયત નવસારી સંચાલિત પશુ દવાખાનાના પશુ ચિકિત્સક અધિકારી ડૉ.જીતેન્દ્ર બાલવાણી – બહેજ,આછવણી – તોરણવેરા ખાતે નીતિ પટેલ, ડો.નેલ્સન પટેલ અને રિકેષ પટેલ-(લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર )ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ પટેલે બહેજ ખાતે ડ્રો માં નીકળેલ લાભાર્થી ઓ ને કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાવ ગામ ના દિવ્યાંગ ભાવનાબેન રામભાઈ પટેલને પણ લાભ મળતા ખૂબ જ આર્થિક રાહત થઈ હતી જે પશુપાલનથી જીવન નિર્વાહ કરે છે. કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન પશુ ચિકિત્સક ડો .જીતેન્દ્ર બાલવાણીએ જણાવ્યું હતું કે ગીર ગાયની વૃદ્ધિ માટે આત્મા પ્રોજેક્ટ હેઠળ પશુપાલકને પ્રતિમાસ રૂ. ૯૦૦/- રૂપિયાની વિશેષ સહાય આપવામાં આવે છે જેથી લુપ્ત થતી,પુજનીય પ્રજાતિની ગીર-ગૌવંશનો ઉછેર પણ વ્યાપક બને અને તેની સંખ્યા પણ વધતા પશુપાલકોને ફાયદો થાય. જેનો લાભ લઈ સૌ પશુ પાલકો એ લેવા જોઇએ . 

રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)