ખેરગામના બહેજ ગામે બિલ્ડીંગનો તણખલો ડાંગરના પૂડી ઉપર પડતા આગ ભભુકી .
ખેરગામ:ખેરગામ તાલુકાના બહેજ ગામના પશુપાલક જયંતીભાઈ આહીર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેઓએ પશુઓ માટે ૪ ગાડી ડાંગરની પુડી મંગાવી ઘરની આગળના ભાગે રાખી હતી .અને હાલ તેમના ઘરના ઉપરના ભાગે પતરાના શેડ બનાવવા માટે ચેનલ ફીટીંગ નું કામ ચલી રહ્યું હોય લોખંડ ના ચેનલ માં વેલ્ડીંગ કરતી વેળા અચાનક એક વેલ્ડિંગ નો તણખલો ઉડીને ડાંગરની પુડી ઉપર પડતા કાળજાળ ગરમી હોય ડાંગરની પુરી પણ ગરમ થયેલ હોય તાત્કાલિક જ આગ પકડી લેતા અને જોત -જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દોડધામ મચી જવા પામી હતી.ઉપરોક્ત બનાવ અંગે ખેરગામ અને ચીખલીના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા તાબડતોબ ઘટના સ્થળ ઉપર પહોંચી તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવતા આગને કાબુમાં લીધી હતી.સદનસીબે આગ તેમના ઘર સુધી ન પ્રસરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ડાંગર ની પુડી માં આગ લાગતાં જયંતીભાઈ આહીરને અંદાજિત 1.25 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી હતી.
અહેવાલ :- અંકેશ યાદવ ( નવસારી )