ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૨૪ કુલ કિંમત રૂપીયા ૩,૩૨,૯૮૨/- ના મોબાઇલ પરત અપાવતી જુનાગઢ એ.ડીવી પોલીસ

જુનાગઢ એ.ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા મોબાઇલ ફોન ખોવાઇ જવાના બનાવો બનતા હોય જે આધારે પોલીસ મહાનીરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા ઇન.પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા જુનાગઢ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હીતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એ.ડીવી પો.સ્ટેના પો.ઇન્સ શ્રી બી.બી.કોળી નાઓની સુચના મુજબ પ્રજામા પોલીસ પ્રત્યેનો અભિગમ બદલાય અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરે તેમજ પોલીસ લોકહિતમાં કામો કરવા તેમ અવાર- નવાર મૌખીક તેમજ લેખીત સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી પો.સ્ટેનાં અલગ-અલગ વિસ્તારોમાં ગુમ થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હોય જે અરજીઓમા જણાવેલ મોબાઇલ ફોન નં-૨૪ જેની કુલ કીમત ૩,૩૨,૯૮૨/- ના જે મોબાઇલ ફોનને ટેકનીલક સોર્સથી તેમજ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને પરત આપેલ છે.

તેમજ હજુ પણ બીજા મોબાઇલો ડીટેકટ કરવાની કામગીરી ચાલુ હોય અને રીકવરી થયે તેમના મુળ માલીકોને પરત કરવામા આવશે અને બાકીના મોબાઇલો ટેકનીલક સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. આમ “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત · કુલ મોબાઇલ ફોન નંગ-૨૪ કીમત રૂપીયા ૩,૩૨,૯૮૨- (ત્રણ લાખ બત્રીસ હજાર નવસો બ્યાસી ) ના મોબાઇલ અરજદારશ્રીઓને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ તથા જુનાગઢ એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર બી.બી.કોળી તથા પોલીસ ઇન્સપેકટર એમ.સી.પટેલ તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી નાઓના હસ્તે આપવામા આવેલ હતો

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)