ગીર સોમનાથ
ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના નાના સુપુત્ર તેમજ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ ના અનુજ એવા સ્વ ડો ભરતભાઈ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્માતે અવસાન થયેલ હતું તેઓની 16 મી પુણ્યતિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સ્વ ડો ભરત બારડ ની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજિક સેવાકીય કાર્યો કરે છે જે સેવાકાર્ય આ વર્ષે પણ ચાલુ રહેલ જેમાં ડો ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકૂલ સુત્રાપાડા ખાતે શ્રી જશાભાઈ બારડ અને ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી ના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.
ગિરસોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા સાહેબ , ધારાસભ્ય ભગવાનભાઈ બારડ , પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા , ગીર સોમનાથ જિલ્લા પંચયત પ્રમુખ મંજુલાબેન મુછાળ ,જિલ્લા પંચાયત સભ્ય રાજવીરસિંહ ઝાલા, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, GHCL સુત્રાપાડાના પ્રેસિડેન્ટ રાડીયા સાહેબ, સોમનાથ ટ્રસ્ટ ના મેનેજર ચાવડા સાહેબ, ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડ, ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા બ્રાન્ચના ચેરમેન અજયભાઇ બારડ, ઇન્ડિયન રેડ ક્રૉસ સોસાયટી રાજકોટ શાખા ના ચેરમેન દીપકભાઈ પટેલ, વિશેષ ઉપસ્થિતિમાં સુત્રાપાડા માં ડો ભરત બારડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં શ્રદ્ધાંજલી તેમજ સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો સ્વ. ડો ભરતભાઇ બારડની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ અને ૩૭૦ બોટલ જેટલું પોતાનું બ્લડ ઇંડિયન રેડ ક્રોસ સોસાયટી રાજકોટ શાખાને આપેલ હતું. સર્વ રોગ નિદાન કેમ્પ કુલ ૪૩૩ દર્દીઓ એ આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લઈ પોતાને લગતી બીમારીના સુપર સ્પેસિયાલિસ્ટ ડોક્ટરોની સલાહ થી ૪૦ જેટલા દર્દીઓએ ECG રિપોર્ટ, ૫૮ દર્દીઓને બ્લડ સ્યૂગર રિપોર્ટ, ૪૧ દર્દીઓને હિમોગ્લોબિન રિપોર્ટ કરાવેલ અને તમામ દર્દીઓને જશાભાઈ બારડ દ્વારા વિના મૂલ્યે દવાઓ મેળવેલ હતી.
અહેવાલ :- દિપક જોષી ( ગીર સોમનાથ )