ગિરનાર: એક દિવ્ય તીર્થક્ષેત્ર – પુસ્તક પરિચય કાર્યક્રમ!!

ગિરનાર: એક દિવ્ય તીર્થક્ષેત્ર – પુસ્તક પરિચય કાર્યક્રમ

🌄 ગિરનાર એ માત્ર પર્વત નથી, તે એક ચેતન ભૂમિ છે, જ્યાં ઘણા સાધકોની સાધના છે અને અધ્યાત્મ શક્તિને પામવાનું સ્થાન છે. આ ગિરનારને ઓળખવા અને સમજવા માટે એક અનોખો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

📚 પુસ્તક પરિચય
વિષય: દિવ્ય તીર્થક્ષેત્ર ગિરનાર
વક્તા: પ્રો. ડૉ. વિશાલભાઈ જોશી
(અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ)

🗓️ તારીખ: 11 માર્ચ 2025, મંગળવાર
🕒 સમય: 05:30 PM થી 07:00 PM
📍 સ્થળ: શ્રી ભુતનાથ મહાદેવ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ

📖 આ કાર્યક્રમમાં વાંચન પ્રેમીઓ, પુસ્તક રસિયાઓ, સાહિત્ય પ્રેમીઓ અને ગિરનારની દિવ્ય વાતો જાણવામાં રસ ધરાવનારા દરેકને આમંત્રિત કરવામાં આવે છે.

📝 વિશેષ નોંધ: આ પુસ્તક પરિચયના કાર્યક્રમમાં જોડાવા માટે સંસ્થાની તરફથી નિમંત્રણ છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે, જગદીશ યાદવ, (જૂનાગઢ)