ગિરનાર પર્વત ઉપર અંબાજી મંદીર સુધી અંડર ૭.૯૨ કરોડનાં ખર્ચે સંપન્ન ગ્રાઉન્ડ વિજળી કરણ પ્રોજેક્ટનું ઉર્જામંત્રીશ્રીનાં હસ્તે થયુ લોકાર્પણ

જૂનાગઢ

ગીરનાર પર્વત ઉપર પર અંબાજી મંદીર સુધી એટલે કે ૩૬૭૨ ફુટની ઊંચાઇ સુધી અંડર ગ્રાઉન્ડ કેબલને એચ.ડી.પી.ઇ.પાઇપ માંથી પસાર કરી પાથરવાનું કાર્ય ૭.૯૨ કરોડનાં ખર્ચે સંપન્ન થવા સાથે ગીર સોમનાથ જિલ્લાનાં પ્રભાસ પાટણ અને પ્રાંચી સબ ડિવીઝનમાંથી વિભાજીત કરેલ સુત્રાપાડા સબ ડિવીઝનનાં ઓફીસ ભવનનું ૨૮૫ ચોરસ મીટરનું કાર્ય ૧.૦૭ કરોડનાં ખર્ચે સંપન્ન થતાં આજે રાજ્યનાં નાણાં, ઊર્જા, પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇનાં હસ્તે ઈ-લોકાર્પણ કરી તક્તીનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ. મંત્રીશ્રી અને મહાનુભાવોએ પહેલા નોરતાની વહેલી પરોઢે ગીરનાર પર્વત પર બિરાજતા માતા ભવાનીનાં દર્શન પૂજન કરી અંબાજી ખાતે ૧૦૦ કીલોવોટનાં ટ્રાન્સફોર્મર સેટને રીબન અનાવરણ કરી ખુલ્લુ મુક્યુ હતુ.

ભવનાથ ખાતે આયોજીત ઈ-લોકાર્પણ કાર્યક્રમ દરમ્યાન અધ્યક્ષીય ઉદબોધનમાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ એ જણાવ્યુ હતુ કે ગુજરાતની ૩૩ ટકા જનસંખ્યાને વિજ પુરવઠાથી સંધાન કરતુ પીજીવીસીએલ. ૧૩ જિલ્લા ૯૧ ટાઉન અને ૫૭૦૦ ઉપરાંત ગ્રામ વિસ્તારને આવરીને આજે લોકસુખાકારીમાં અવ્વલ છે ત્યારે ગુજરાતનાં પવિત્ર યાત્રાધામો અને સાગરતટનાં ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત અને સાતત્યપુર્ણ વિજપુરવઠામાં વિજ ગ્રાહકોની વિશ્વસનિયતા જળવાઇ રહે તે દિશામાં રાજ્ય સરકાર અનેકવિધ લોકહીતાનાં કાર્યો કરી રહી છે. વિજગ્રાહકોને વિજ પૂરવઠાની ગુણવત્તા અને વિશ્વસનિયતામાં વધારો કરવા રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમનો અમલ- ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં ૩૦ ફિડરની ૪૦૫ સીકેએ. લંબાઇ નાં કામ પેટે ૩૮૩૨ લાખનાં કામો મંજુર, જે પૈકી ૬ ફીડરની ૭૬ સીકેએમ લંબાઇનું ૭૨૩ લાખનાં ખર્ચનું કામ સંપન્ન થતાં લોકોને વીજ પુરવઠાની ગુણવત્તામાં સુધારો થશે. રાષ્ટ્રના વિકાસ માટે ઉર્જા માટેની પહોંચએ મહત્વની પૂર્વપેક્ષિત બાબત છે. આપણી લગભગ તમામ દૈનિક પ્રવૃતિઓમાં ઉર્જા કેન્દ્રીય સ્થાન ધરાવે છે- રસોઈ, સ્વચ્છ પાણી મેળવવામાં, ખેતી, શિક્ષણ, પરિવહન, રોજગાર નિર્માણ, ઉદ્યોગ અને પર્યાવરણાત્મક નિરંતરતા મહત્વનાં છે.

આ પ્રસંગે જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લાનાં સાંસદ સભ્યશ્રી રાજેશભાઇ ચુડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે ગિરનાર પર્વતપર ઈલેકટ્રીફીકેશન કાર્ય સમયમર્યાદમાં સંપન્ન કરનાર વિજવિભાગનાં કર્મયોગીઓ અભિનંદનને પાત્ર છે. સાગરકાંઠાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વિજ થાંભલે વિજવાયરને દરીયાઇ ક્ષારનાં કારણે થતાં નુકશાન અને વિજ પ્રવહનમાં પડતી અગવડતાઓ નિવારવા અંડરગ્રાઉન્ડ વિજ કેબલની કામગીરી પુર્ણ થતાં વિજ પુરવઠો વધુ સારી રીતે સાતત્યપુર્ણ મળતો થશે. ગીરનાર પર્વત પર કુલ સાત જગ્યાએ વિવિધ ક્ષમતાનાં ટ્રાન્સફોર્મર સાથે ૧૧ કીલોવોટનો વિજ કેબલ ૧૦૦ મીલીમીટર વ્યાસની પાઇપ માંથી પસાર કરી જટાશંકર, પાણીનો ટાંકો, માળીપરબ, જૈન દેરાસર, ગૈામુખી ગંગા મંદીર, અંબાજી અને તળેટી આમ સાત જગ્યાએ અલગ અલગ ક્ષમતાનાં ટ્રાન્સફોર્મર પ્રસ્થાપીત કરેલ છે. સોમાનાથ મંદીર, ભાલકા, પરબધામ, છેલૈયાધામ, દાતારહીલ, સાસણ, ભીડભંજન મંદીર ઉમિયાધામ ગાંઠીલા આમ આઠેક તિર્થધામોની ૧૨.૯૯ કલોમિટરની અંડર ગ્રાઉન્ડ કેબલીંગ કામગીરી ૨૪૪.૩૩ લાખનાં ખર્ચે મંજુર થયેલ જે પૈકી પાંચ કામોની ૭.૦૭ કીલમિટરની ૧૩૪.૩૩ લાખનાં ખર્ચની કામગીરી સંપન્ન થયેલ છે. બાકીની કામગીરી પ્રગતીમાં છે.

જૂનાગઢનાં ધારાસભ્યશ્રી સંજયભાઇ કોરડીયાએ નાણામંત્રીશ્રીને સ્પોર્ટસંકુલ કાર્યાન્વીત થાય તે દિશામાં વાત કરી જૂનાગઢ જિલ્લાનાં સર્વાંગી વિકાસનાં આયામોની સંકલ્પનાં વ્યક્ત કરી સરકારશ્રીની કલ્યાણકારી યોજના ઓની વાત કરી હતી. નવીનકરણ યોગ્ય સ્ત્રોતોથી વધતું જતું ઉર્જાનું સંવર્ધન,સુધરેલી ઉર્જાની કાર્યક્ષમતા અને વિકસિત ઉર્જા ઉત્પાદનએ ચોક્કસપણે સ્વચિરસ્થાયી સમુદાયો બનાવવામાં ગ્રામીણ વિસ્તારો માટે પ્રોત્સાહક છે.

તાલાળાનાં ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ બારડે જણા્વ્યુ હતુ કે ગીર અને ગિરનારની વનસંપદા ધરાવતા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની ભૈાગોલીક સામ્યતા ધરાવે છે. ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ચાલતા લોકકલ્યાણનાં વિકાસકાર્યોની વાત કરી સરકાર સતર્ક રીતે ખુબ સારી લોકહીતાનાં કાર્યોની ખેવના કરે છે તેની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે પીજીવીસીએલ દ્વારા તૈયાર કરાયેલ ૧૧ કીલોવોટની ગિરનાર પર્વત પર અંડર ગ્રાઉન્ડ કેબલીંગની કામગીરી દર્શાવતી ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોનાં હસ્તે વિજપ્રવહન અને અંડર ગ્રાઉન્ડ કેબલીંગની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓ / કર્મયોગીઓને સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત જૂનાગઢનાં પ્રમુખશ્રી હરેશભાઇ ઠુમર, જિલ્લા પંચાયત ગીર સોમનાથ જિલ્લા નાં પ્રમુખશ્રીમતી મંજુલાબેન મુછાળ, પૂર્વ મેયરસુશ્રી જ્યોતીબેન વાછાણી, પુર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રભાઇ મશરૂ, ભવનાથ તિર્થક્ષેત્રનાં સંતો સર્વશ્રી દલપતગીરી બાપુ, પ્રતાપગીરી બાપુ, પવનગીરી બાપુ , શ્રધ્ધાનંદજી, અગ્રણીશ્રી પ્રદિપભાઇ ખિમાણી, આરતિબેન જોષી, હરેશભાઇ પરસાણા, ભાવેશભાઇ વેકરીયા, કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, મુખ્ય ઈજનેર શ્રી આર.જે.વાળા, પી.જે.મહેતા, અધિક મુખ્ય ઈજનેર શ્રી બી.ડી.પરમાર, શ્રી કે.બી.શાહ, અધિક્ષક ઇજનરેરી એસ.એચ. રાઠોડ, જનરલ મેનેજર શ્રી કે.એસ.મલકાન, અધિક્ષક ઈજનેરશ્રી યુ.જી.વસાવા, ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનાં પ્રારંભે પશ્વિમ ગુજરાત વિજ કંપનીનાં મેનેજીંગ ડાયરેક્ટર શ્રીમતી પ્રીતી શર્માએ આમંત્રીત અતિથીઓ, અગ્રણીઓ અને સંતગણને આવકારી ગીરનાર ભુગર્ભ કેબલીંગ કાર્યની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનાં અંતે મુખ્ય ઈજનેર જે.જે.ગાંધીએ આભારદર્શન કર્યુ હતુ.

કાર્યક્રમને સફળ બનાવવા નાયબ ઈજનેર એ.એમ. મોઢવાડીયા, એન.એ. ચૈાહાણ, કે.જે ખાવડુ, બી.બી. માણાવદરીયા, અને ભીમાણીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે સંભાળ્યુ હતુ.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)