ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર લાઈટ વ્યવસ્થા માટે તંત્રનો પરિશ્રમ પરિક્રમાના કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે પ્રથમવાર લાઈટની વ્યવસ્થા કરાઈ

જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પરિક્રમાર્થીઓ માટે આ વર્ષે લાઈટની સુવિધામાં વધારો કરાયો .જટાશંકર- જુની સીડી અને ઇટવા ઘોડી ચડતા ઉતરતા વિસ્તારમાં પણ પ્રથમવાર લાઈટની સુવિધા

જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પરિક્રમાર્થીઓ માટે આ વર્ષે લાઈટની સુવિધામાં વધારો કરાયો છે. ખાસ કરીને પરિક્રમાના કઠિન ચઢાણ ગણાતી નળપાણીની ઘોડી ખાતે પ્રથમવાર લાઈટની વ્યવસ્થા કરાઈ છે. ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પર અજવાળું કરવા માટે વ્યવસ્થા માટે તંત્રએ ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે. નળ પાણીની ઘોડી ઉપરાંત જટાશંકર- ગિરનાર જુની સીડી અને ઇટવા ઘોડી ચડતા ઉતરતા વિસ્તારમાં પ્રથમ વાર ડીઝલ જનરેટર દ્વારા લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જંગલ વિસ્તારમાં પણ યાત્રિકોને લાઈટ ઉપલબ્ધ થાય તે માટે આયોજનપૂર્વક વ્યવસ્થા કરવામાં આવી છે.

પરિક્રમા રૂટ પર રાત્રિના સમયે અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધી ફરજ બજાવી રહ્યા છે. ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં પણ સતત વીજ પુરવઠો જાળવી રાખવા માટે એન્જિનિયર સાથે ટેકનિકલ કર્મચારીઓની ટીમ પણ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવી રહી છે.

ગિરનાર પરિક્રમા રૂટ પર જંગલ વિસ્તારમાં પરિક્રમા ગેટથી પ્રથમ ઘોડી, ડંકી-૨, મોળા પાણીના પુલ, ઝીણાબાવાની મઢી, માળવેલા તરફ, નળ પાણીના ટાવર, બોળદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા અને જટાશંકર-ગિરનાર જુની સીડી આમ કુલ-૯ જગ્યા પર ડીઝલ જનરેટર સેટ પ્રસ્થાપિત કરીને રાત્રિના સમયે રૂટ પર લાઈટ લગાવી અજવાળું કરવામાં આવ્યું છે.

 

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)