ગીર ગઢડા અભિનવ વિદ્યા મંદિર હાઇસ્કૂલ નુ ધૉ.12 નું આર્ટસ કોમર્સ તથા સામાન્ય પ્રવાહ નુ 100% ઝળહળતું પરિણામ જાહેર થયેલ છે જેમાં પ્રથમ નંબર આયા મીનલબેન સતિષભાઈ એ પ્રાપ્ત કર્યું હતું જ્યારે બીજો નંબર જોળીયા કૌશિક જીણાભાઇ એ પ્રાપ્ત કર્યું હતું ત્રીજો નંબર ગોસ્વામી મિત એ પ્રાપ્ત કર્યું હતું આમ શાળાના કુલ 137 બાળકોએ પરીક્ષા આપી હતી જેમાં તમામ બાળકોના ધૉ.12 સામાન્ય પ્રવાહનુ 100% પરિણામ આવતા લોકો વિદ્યાર્થી,વાલીઓ તેમજ શાળાના શિક્ષકો માં ખુશી છવાઈ હતી શાળાના આચાર્ય રત્નેશભાઇ જોશી તથા ટ્રસ્ટીમંડળના પ્રમુખ રાજુભાઈ પટેલે સ્ટાફ પરિવારને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી.. તેમજ શાળામા 90.85 % સાથે ઉતીર્ણ થનાર રધુવંશી સમાજની દીકરી મિનલ આહિયા એ પહેલો નંબર મેળવીને શાળા તથા સમાજ નુ ગૌરવ વધાર્યું.
અહેવાલ :- ઈરફાન લીલાણી (ગીર ગઢડા)