ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ૧૬ ઓક્ટોબર ૨૦૨૪થી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે.

જૂનાગઢ

Advertisement

જૂનાગઢ જિલ્લામાં આવેલ સાસણગીર જંગલ માં ચોમાસા ઋતુ દરમિયાન ગીર વન્ય પ્રાણી અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન નિયમ અનુસાર બંધ કરવામાં આવેલ હતું. જે ગીર વન્ય પ્રાણી અભ્યારણ સાસણગીર ખાતે ઇકો ટુરીઝમ ઝોન નિયત રૂટ ઉપર તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૪ થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ગીર વન્ય પ્રાણી અભ્યારણ સાસણગીર તથા દેવડીયા ગીર પરિચય ખંડ ની મુલાકાતે પધારતા દેશ વિદેશના નાગરિકો તેમની પ્રવેશ પરમિટ આગોતરા ઓનલાઇન બુકિંગ કરાવી શકે તે માટે ગીર વન્ય પ્રાણી અભયારણ્ય સાસણગીર માટે ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ થઈ ગયેલ છે, અને પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી પરમિટ બુકિંગ કરી શકશે. આ સિવાય ઓનલાઇન બુકિંગ માટે અન્ય કોઈને અધિકૃત કરવામાં આવેલ ન હોય માટે આ ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી જ બુકિંગ કરવા તમામ નાગરિકોને વિનંતી છે. તેમ નાયબ વન સંરક્ષક વન્ય પ્રાણી વિભાગ સાસણગીર દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement