ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગંભીર ગુનાના કામે છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી અંતે કાયદાની ઝપટે ચઢ્યો છે.
જુનાગઢ રેન્જના આઇ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક બી.એસ. વ્યાસ સાહેબે જિલ્લામાં ગુનો આચરી નાસતા ફરતા તમામ આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચનાઓ આપી હતી. આ અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) દ્વારા કડક ચેકિંગ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એલ.સી.બી. પો.ઇન્સ્પેકટર એમ.વી. પટેલ તથા પો.સબ ઇન્સ્પેકટર એ.સી. સિંધવના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા અને એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ સહિતની ટીમે હ્યુમન સોર્સીસના આધારે ચોક્કસ માહિતી મેળવી હતી. માહિતીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ચોકડી પાસે રેડ કરી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો.
પકડાયેલ આરોપીનું નામ:
👉 વિલાસભાઇ ઉર્ફે વિશાલ ચતુરભાઇ ચેખલીયા, ઉંમર ૩૫ વર્ષ, ધંધો – મજૂરી, રહે. ભગવાન પરા, તા.જી. બોટાદ.
આરોપી સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 111860007240722/2024 હેઠળ આઇ.પી.સી.ની કલમ 380, 354, 457 અને 511 મુજબ ગુનો નોંધાયેલો હતો. આરોપી એક વર્ષથી નાસતો ફરતો હતો જેને એલ.સી.બી.એ સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ:
પો.ઇન્સ્પેકટર એમ.વી. પટેલ
પો.સબ ઇન્સ્પેકટર એ.સી. સિંધવ
એ.એસ.આઇ. લાલજીભાઇ બાંભણિયા
એ.એસ.આઇ. નરેન્દ્રભાઇ કછોટ
સહીતની ટીમની કામગીરીને કારણે જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે મોટો બિન્દાસ સંદેશ ગયો છે.
📍 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ