ગુજરાત રાજ્ય રમત-ગમત વિભાગ આયોજિત જિલ્લા ખેલ મહાકુંભ અંતર્ગત ગીર સોમનાથ વિકલાંગ ખેલ મહાકુંભ તારીખ 10/02/2025 ના રોજ કોડીનાર ખાતે યોજાયો જેમાં વિવિધ સ્પર્ધાઓ પૈકી ગોળા ફેંક હરીફાઈ મહિલા વિભાગ માં જ્યોતિબેન સિસોદિયા પ્રથમ ક્રમે તેમજ બરછી ફેક હરીફાઈમાં ત્રીજા ક્રમે વિજાતા જાહેર થયેલ. તદુપરાંત મહિલા બ્લાઇન્ડ ચેસમાં ભારતીબેન રામ ત્રીજા ક્રમે વિજેતા બનેલ તેમજ ભાઈઓ વિભાગમાં વિપુલભાઈ લેવા બીજા ક્રમે વિજેતા જાહેર થયેલ આ સાથે લાંબી કુદની હરીફાઈમાં રવિભાઈ વાંઝા એ બાજી મારી બીજો ક્રમ મેળવેલ તેમજ બચ્છી ફેકમાં ત્રીજા ક્રમે વિજેતા જાહેર થયેલ તદુપરાંત બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંધ અપંગ કલ્યાણ કેન્દ્રની ટીમ બીજા ક્રમે વિજેતા જાહેર કરવામાં આવેલ આમ સમગ્ર ખેલ મહાકુંભમાં સંસ્થાનું ગૌરવ વધારવા બદલ ટ્રસ્ટીઓ તેમજ અનેક શહેરના દાતાશ્રીઓએ સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવેલ હોવાનું મંત્રી ભીખુભાઈ સિસોદિયા ની એક યાદીમાં જણાવેલ છે..
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ, સોમનાથ)