ગીર સોમનાથ જિલ્લામાં ‘વિશ્વ હાઈપરટેન્શન દિવસ’ની ઉજવણી આરંભાઈ

૧૬ જૂન સુધી રાજ્યવ્યાપી લોકજાગૃતિ અભિયાન: નાટક, સ્પર્ધાઓ અને રેલીઓ થકી જનજાગૃતિનો પ્રયાસ

ગીર-સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ૧૭ મેના રોજ વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણીનો પ્રારંભ થયો છે. કેન્દ્ર સરકારના એન.સી.ડી. કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હાઈપરટેન્શન જેવી જીવલેણ બિમારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

૧૭ મે થી ૧૬ જૂન સુધી ચાલશે જાગૃતિમુલક કાર્યક્રમો:

અહીના એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, તેમજ આયુષ્માન હેલ્થ મંડિરો અને વેલનેસ સેન્ટરો ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાવાના છે જેમ કે:

  • મેરેથોન અને સાયકલ રેલી
  • નુક્કડ નાટક અને વૉલ પેઈન્ટીંગ
  • સ્લોગન લેખન, ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ
  • યુથ ઓર્ગેનાઈઝ અને શોર્ટ ફિલ્મ મેકિંગ
  • હેલ્થ ટોક શોઝ અને સોશિયલ મીડિયા કેમ્પેઈન (ફેસબુક, ટ્વિટર, યૂટ્યુબ, રેડિયો, ટીવી વગેરે)
  • ડાયાબિટીસ અને હાઈપરટેન્શન સ્ક્રીનિંગ કેમ્પ

મુખ્ય ઉદ્દેશ: સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે પ્રેરણા

આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ લોકોમાં સંતુલિત આહાર, નિયમિત કસરત, યોગ અને પ્રાણાયામ દ્વારા તંદુરસ્ત જીવનશૈલી તરફ માર્ગદર્શન આપવાનો છે જેથી હાઈપરટેન્શન જેવી બીમારીઓનું ઝડપથી નિદાન અને નિયંત્રણ શક્ય બને.

જિલ્લા આરોગ્ય વિભાગની અપીલ

જિલ્લાની આરોગ્ય શાખાના એન.સી.ડી. સેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમોમાં જોડાઈને પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત બને અને સમાજમાં પણ હાઈપરટેન્શન અંગેની માહિતી ફેલાવે.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી – વેરાવળ