ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ ૧૪૫ મી.મી.થી વધુ વરસાદ, સૌથી વધુ સુત્રાપાડામાં વરસાદ નોંધાયો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં મોસમ દરમિયાન ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી મળેલી માહિતી અનુસાર, જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૪૫ મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે.

છેલ્લા કેટલાંક દિવસોથી પડતા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લાના છ તાલુકામાંથી સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં ૧૭૧ મી.મી. નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ગીર ગઢડા તાલુકામાં ૧૦૩ મી.મી. વરસાદ નોંધાયો છે.

૨૩ જૂન, ૨૦૨૫ના સાંજના ૪ વાગ્યા સુધીના ઉપલબ્ધ આંકડાઓ મુજબ, તાલુકાવાર વરસાદે આ રીતે નોંધો કરી છે:

  • સુત્રાપાડા: ૧૭૧ મી.મી.

  • તાલાલા: ૧૬૯ મી.મી.

  • વેરાવળ-પાટણ: ૧૬૫ મી.મી.

  • કોડિનાર: ૧૩૫ મી.મી.

  • ઉના: ૧૨૯ મી.મી.

  • ગીર ગઢડા: ૧૦૩ મી.મી.

જિલ્લામાં કુલ સરેરાશ ૧૪૫.૩૩ મી.મી. વરસાદ નોંધાયો છે. મેઘરાજાની ધીમી ધારે આવી રહેલી કૃપાથી ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. વરસાદના સારા પગથિયા ખેડૂતોના વાવેતર માટે અનુકૂળ બન્યા છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ