ગીર સોમનાથ જીલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ મોડમાં.

ગીર સોમનાથ

ગીર સોમનાથ જીલ્લામાં પડેલ ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું હતું જીલ્લાના ડેમોમાં માતબર પાણીની આવકથી હાશકારો થયો હતો.

જીલ્લામાં સતત પડી રહેલા વરસાદની પરિસ્થિતિ ઉપર તંત્રની ચાપતી નજર.જો વરસાદ વધુ પડે અને પરિસ્થિતિ વણસે તો તેને પહોંચી વળવા તંત્રની સંપુર્ણ તૈયારીઓ છે.હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર ભરાયેલા પાણીના નિકાલની કામગીરીમાં રેવન્યુ અને પોલીસ સાથે મળી કામગીરી કરી રહી છે કોઈપણ નાગરીકને વિકટ પરિસ્થિતિમાં મદદની જરૂર હોય તો કંટ્રોલ રૂમના નં.1077 ઉપર સંપર્ક કરવા કલેકટરેઅપીલ કરી છે
.
અહેવાલ: હુસેન ભાદરકા (ગીર સોમનાથ)