ગીર સોમનાથ તાલાલા ગીરમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ ધામધૂમથી સંપન્ન.

ગીર સોમનાથ

Advertisement

તાલાલા ગીરમાં સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ દ્વારા સમૂહ યજ્ઞોપવિત સમારોહ ધામધૂમપૂર્વક સંપન્ન થયો.સંતો-મહંતો અને જ્ઞાતિ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ભૂદેવો ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ બે દિવસીય યજ્ઞોપવિત સમારોહમાં ૨૦ બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા…

તાલાલા શહેરમાં હિરણ નદીના કાંઠે આવેલ વિશાળ ગણેશ પાર્ટી પ્લોટમાં વિશ્વ બ્રાહ્મણ દિવસે યોજાયેલ આ કાર્યક્રમનો રાષ્ટ્રગીતના ગાન સાથે પ્રારંભ થયો હતો ત્યારબાદ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના જિલ્લા પ્રમુખ વિજયભાઈ ઠાકરે સ્વાગત પ્રવચન કરી સૌનું અભિવાદન કર્યું હતું.આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાય-વડતાલના પ.પૂ.પુષ્પેન્દ્રપ્રસાદ મહારાજ,સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય ડો.મહાદેવપ્રસાદ મહેતા,બ્રહ્મ યુવા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જયદેવભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

બ્રાહ્મણને ૧૬ સંસ્કાર પૈકી યજ્ઞોપવિત એક સંસ્કાર છે.આ સંસ્કાર પામ્યા બાદ તેમના જીવન ઘડતરની પ્રારંભિક શરૂઆત થાય છે.આ સંસ્કાર પામ્યા બાદ જ વૈદિક કાળમાં તેમને શાસ્ત્રોકત જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુકુળમાં મૂકવામાં આવતા હતા અને તેમને શાસ્ત્ર અને શસ્ત્રમાં પારંગત કરવામાં આવતા હતા.બ્રહ્મ સમાજે સમગ્ર સમાજને જે સમયે જરૂરિયાત ઉભી થઈ તે મુજબ બ્રહ્મ સમાજે ઉપયોગી યોગદાન આપ્યું છે.સમાજને જ્યારે સુરક્ષાની જરૂરિયાત ઊભી થઈ ત્યારે શ્રી પરશુરામ સ્વરૂપે અનિષ્ટોનો નાશ કરવા જન્મ ધારણ કર્યો.સમાજને દેશકાળ મુજબ રાહબર ની જરૂરિયાત ઉભી થતાં ચાણક્યના સ્વરૂપમાં સમાજને નેતૃત્વ પૂરું પાડ્યું હતું.બ્રાહ્મણ સમાજનો પથદર્શક છે.યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરનાર દરેક બટૂકો ને આશીર્વાદ આપી વ્યસન મુક્ત બની સમાજલક્ષી શ્રેષ્ઠ જીવન જીવવાની પૂ.પા.પુષ્પેન્દ્રપ્રસાદ મહારાજે શીખ આપી હતી.

બ્રાહ્મણ વૈદિકતા અને વિજ્ઞાનનો જાણકાર સમાજ છે.બ્રાહ્મણ શાસ્ત્ર અને શસ્ત્રનો ઉપાસક છે.જરૂર પડયે શસ્ત્ર પણ ઉપાડવાની ક્ષમતા ધરાવે છે.દરેક બટુકોને યજ્ઞોપવિત સંસ્કારની વિસ્તૃત જાણકારી સાથે વેદ અને વિજ્ઞાનમાં પારંગત થવા હાકલ કરી હતી સોમનાથ બ્રહ્મસમાજ પ્રમુખ હેમલભાઈ ભટ્ટ,ઉપપ્રમુખ જયવર્દને ભાઈ જાની, હિતાર્થે ભાઈ પાઠક,દેવાંગભાઈ વ્યાસ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજઅખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુક્તાનંદ બાપુએ શુભ સંદેશો મોકલી આશીર્વચન પાઠવ્યા હતા.સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ જયદેવભાઈ જોશી એ દરેક ભૂદેવોને સંગઠિત બની બ્રહ્મ સમાજ તેમજ સમાજના ઉત્થાન માટે સશક્ત બની કાર્ય કરવાની અપીલ કરી હતી.

યજ્ઞોપવિતમાં ભાગ લેનાર દરેક બટુકોને કાંડા ઘડિયાળ,ભાથા માટે ભિક્ષાપાત્ર ની તાંસળી,બોલપેન,શ્રી સોમનાથ દાદા નો ફોટો ભેટ તરીકે અર્પણ કરવામાં આવેલ હતો.

બે દિવસીય યજ્ઞોપવિત સમારોહના ભોજન ના દાતાશ્રી હિતેન્દ્રભાઈ શિવશંકર જોશી(ગુરૂ)લોઢવા સહિત બ્રહ્મ સમાજના ગૌરવવંતા આ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવવા યોગદાન આપનાર સર્વેનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા મહેન્દ્રભાઈ પંડ્યા,મેહુલભાઈ ભટ્ટ,રમેશભાઈ વ્યાસ,વિમલભાઈ વ્યાસ,ડો.રાજેશભાઈ વ્યાસ,ભરતભાઈ મહેતા,ડી.પી દવે-સાસણ,જગદીશ અધવર્યુ,અશોકભાઈ જોશી,યોગેશભાઈ પંડ્યા,રસિકભાઈ જોશી,મહેશભાઈ પંડ્યા(ભવાની), હર્ષદભાઈ મહેતા,રાજેશ પાઠક,મહેશભાઈ શિહોરા ચંદ્રકાંતભાઈ પંડ્યા,ભાવેશભાઈ વ્યાસ,મહેશભાઈ પુરોહિત,શાંતનું વ્યાસ,ઋષિકેશ ભટ્ટ,વિવેક પંડ્યા,રાહુલ પંડ્યા,પ્રિયાંશ પાઠક,જીતેશ ઠાકર,જીગ્નેશ જોશી,આનંદભાઈ ભટ્ટ,ધ્રુવ ઠાકર,ભાવિન વ્યાસ,હર્ષ દવે,વિશાલ પંડ્યા,હર્ષ પુરોહિત,પાર્થ પંડ્યા,હિરેન દવે,ધૈર્ય ભટ્ટ,મનીષ ગોહિલ સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ પંડ્યા એ કર્યું હતું.

અહેવાલ -દિપક જોશી પ્રાચી (ગીર સોમનાથ)

Advertisement