ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લા ના કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જીલ્લા પ્રશાસન ને સમગ્ર જીલ્લા માં લોકો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ અને પેશકદમી હટાવવા બાબતે કડક સુચના આપેલ, જેના પગલે સમગ્ર ગીર સોમનાથ જીલ્લા ના તમામ તાલુકાઓમાં મેગા ડિમોલીશન ની કાર્યવાહી કરવામાં આવેલ.
ઉના, ગીર ગઢડા, કોડીનાર, તાલાળા, સુત્રાપાડા અને વેરાવળ સહિત ના તમામ તાલુકાઓમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આવેલ તમામ પેશકદમી અને ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યું છે, જેનાથી અસંખ્ય લોકો ભરચોમાસા માં બેઘર થયા છે.
એડવોકેટ કેવલસિંહ રાઠોડ દ્વારા પ્રજાજનો વતી સદર ડિમોલીશન અટકાવવા બાબતે હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરવામાં આવેલ હતી.
આ બાબતે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક દ્વારા પ્રજાજનો ની સમસ્યા બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજુઆત કરવાનું નક્કી કરેલ અને જેના પગલે ઉના તાલુકા ના તડ ગામ ના પ્રજાજનો વતી એડવોકેટ શ્રી કેવલસિંહ રાઠોડ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સદર ડિમોલીશન અટકાવવા બાબતે સ્પેશિયલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવેલ હતી.
જે પીટીશન ની સુનાવણી માં એડવોકેટ કેવલસિંહ રાઠોડ દ્વારા પ્રજાજનો વતી કાયદેસર ની રજુઆત કરેલ, જેના પગલે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના જજ સંગીતા વિશેન દ્વારા સદર ડિમોલીશન ની કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો અને જીલ્લા કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારી ને નોટીસ ફટકારી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે.
આમ, ગીર સોમનાથ જીલ્લા માં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવી રહેલી મેગા ડિમોલીશન ની કાર્યવાહી ને રોક લગાવવામાં આવી છે, નામદાર ગુજરાત હાઈકોર્ટ ના ચુકાદા થી પ્રજાજનોએ રાહત નો શ્વાસ લીઘો છે
અહેવાલ: હુસેન ભાદરકા (ગીર સોમનાથ)