ગીર સોમનાથ
આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી સુત્રાપાડા તાલુકા ઇન્ડિયન રેડક્રોસ શાખાના પ્રમુખ અજયભાઈ બારડ દ્વારા સુત્રાપાડા નગર પાલિકાના સીફ ઓફિસર ચેતનભાઈ બી.ડુડિયા અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સુત્રાપાડા નગર પાલિકાના તમામ સફાઈ કામદારો અને કર્મચારીઓ ને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગીર સોમનાથ જીલ્લાના ભાજપ પાર્ટીના મહામંત્રી દિલીપભાઈ બારડ, સુત્રાપાડા નગર પાલિકાના સિફ ઓફિસર ચેતનભાઈ બી. ડુડિયા, વેરાવળ નગર પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુરભાઈ, વેરાવળ નગર પાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયદેવભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન અંકુર ભાઈ સુત્રાપાડા નગર પાલિકાના પ્રમુખ મનોહરસિંહ બારડ, ઉપ પ્રમુખ નરેશભાઇ કામળીયા, ચેરમેન કૈલાશભાઈ, રમેશભાઇ વડાંગર, સુત્રાપાડા નગર પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ જેસિંગભાઈ કામળીયા, તમામ સભ્યો અને આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)