ગીર સોમનાથ
જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના માર્ગદર્શન નીચે તાલાલા તાલુકાના આકોલવાડી મુકામે તા.17.09.2024 ના રોજ ક્લસ્ટર રિસોર્સ સેન્ટર દ્વારા કલા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. આ મહોત્સવમાં ક્લસ્ટરની જુદી જુદી આઠ શાળાઓએ ભાગ લીધેલ, કલા મહોત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાઓ મળીને કુલ 28 સ્પર્ધકોએ ભાગ લીધેલ. બાળકમાં રહેલી આંતરિક શક્તિઓને આ કલા મહોત્સવના માધ્યમ દ્વારા બહાર લઈ આવવાનું કામ તેમના માર્ગદર્શક શિક્ષકોને આભારી છે.
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર ના કો.ઓર્ડીનેટર પરબતભાઈ ચાંડેરા ના માર્ગદર્શન નીચે ખુબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ, બાળકોને ફુલ ડીશ જમણવારની વ્યવસ્થાપક કમિટી દ્વારા કરવામાં આવેલ. આ ચાર સ્પર્ધા માંથી પ્રથમ નંબર આકોલવાડી કન્યાશાળા ચિત્ર સ્પર્ધા, પ્રથમ નંબર બાળ કવિ સ્પર્ધા બામણાસા પ્રાથમિક શાળા , પ્રથમ નંબર સંગીત ગાયન સ્પર્ધા બામણાસા પ્રાથમિક શાળા, પ્રથમ નંબર સંગીત વાદન સ્પર્ધા રસુલપરા પ્રાથમિક શાળા ના સ્પર્ધકોએ પ્રથમ નંબર મ મેળવ્યો. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ ભાગ લીધેલ તમામ બાળકોને પણ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ ઉપસ્થિત સૌ શિક્ષકો દ્વારા આપી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવવામાં આવેલ..
હતા
અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)