ગીર સોમનાથમાં જળાશયો, નદી-તળાવો, ડેમ સાઈટના વિસ્તારોમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા જળાશયોના સ્થળોએ જતી વખતે લોકો સ્થળ પરની સુરક્ષા બાબતે સજાગ રહે તેમજ આવા ભયજનક સ્થળોએ કોઈપણ પ્રકારની આકસ્મિક તથા ગંભીર ઘટનાઓ બનતી અટકાવવાના ભાગરૂપે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જળાશયો, નદી, તળાવ, નહેર, દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જાહેરનામાના સ્થળોમાં વેરાવળના જાલેશ્વર દરિયા કિનારો, ચોપાટીનો દરીયા કિનારો, મંડોર, ભેરાળા, સવની, ઈશ્વરીયા, સોનારીયા, નાવડા, ઈન્દ્રોઈ, મીઠાપુર ગામને લાગુ પડતી હિરણ નદી, આજોઠા, બીજ, બાદલપરા ગામને લાગુ પડતી સરસ્વતી નદી, ડાભોર, તાંતીવેલા, ઉંબા, મલુંઢા ગામને લાગુ પડતી દેવકા નદી, ગાગળીયા ધોધ, ત્રિવેણી સંગમ ઘાટ (અસ્થિ વિસર્જન માટેની ધાર્મિક વિધિના હેતુ સારૂં પ્રવેશ સિવાય), આદ્રી દરીયા કિનારાનો સમાવેશ થાય છે.

તાલાળાના માધુપુર-જાંબુર ગામ વચ્ચે આવેલ સરરસ્વતી નદી, તાલાલા-ગડુ રોડ પર જેપુર ગામ નજીક આવેલ બેઠો પુલ, તાલાલા-ખીરધાર રોડ પર હિરણ નદી પર આવેલ બેઠો પુલ, પ્રાંચીથી ઉંબરી ગામ સુધી લાગુ પડતી સરસ્વતી નદી, ગાંગેથા, ભુવાટીંબી, મોરડિયા, મટાણા, રાખેજ ગામ સુધી લાગુ પડતી સોમત નદી, હરણાસા, સુત્રાપાડા, રંગપુર-ગાંગેથા ગામ ખાતે આવેલ જી.એચ.સી.એલ.ની માઈન્સ, વાવડી, પ્રશ્નાવડા, મોરાસા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લી.ની માઈન્સ, લોઢવા, બરેવલા, સોળાજ ગામ ખાતે આવેલ અંબુજા સિમેન્ટ લી.ની માઈન્સનો સમાવેશ થાય છે.

ઉના-અંજાર મચ્છુન્દ્રી કોઝ-વે, હિરા તળાવ, અહેમદપુર માંડવી બીચ મેજીકો-ડુ-માર હોટલની પાછળ દરીયા કિનારે, કોડિનારમાં પીંછવી તળાવ, સંતેશ્વર મહાદેવ મંદિર દરીયા કિનારો, છારા દરીયા કિનારો ગંગેશ્વર મંદિર સામે અંબુજા જેટીની બાજુમાં મૂળ દ્વારકા દરીયા કિનારાનો સમાવેશ થાય છે.
જ્યારે ગીરગઢડાના સ્થળોમાં રાવલ ડેમ-ચીખકુબા, મચ્છુન્દ્રી ડેમ કોદીયા, શિંગોડા ડેમ જામવાળા, દ્રોણેશ્વર ડેમનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત તમામ સ્થળો પર પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું તા.૨૨ ફેબ્રુઆરીથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ, સોમનાથ)