ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે મંગળવાર રાતે દીપડાના હુમલામાં ત્રણ વર્ષીય માસૂમ બાળકીનું ભયંકર મોત નિપજ્યું છે.
😢 દર્દનાક ઘટના : પરિવારના સામે દીપડો બાળકી લઈ ગયો
ઘટના સાંજના સાડા નવ વાગ્યાના આસપાસ બની હતી, જ્યારે રમેશભાઈ પાલાભાઈ ચાવડા નામના ખેતમજૂર પરિવારની પુત્રી કુંદના (ઉ.વ. ૩) ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી ત્યારે દીપડાએ તિવ્ર હલ્લો કરી બાળકીને ઉઠાવી લઈ ગઈ.
🌾 ખેતમજૂર પરિવારે ગુમાવ્યો દીકરીનો દીવો
મૃતક બાળકી તેના માતા-પિતાની બે દીકરીઓમાં એક હતી. આ દુઃખદ ઘટનાએ ચાવડા પરિવાર પર આભ ફાટ્યું છે.
🔍 અવશેષો વહેલી સવારે મળી આવ્યા
ઘટનાની જાણ થતાં રાતભર તંત્ર અને ગ્રામજનો દ્વારા શોધખોળ ચાલી હતી. સવારે મોરાસા ગામની વોકળાઓમાંથી બાળકીના અવશેષો મળ્યા, જેને જોઈ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ.
🐾 વનવિભાગ તત્કાળ હરકતમાં, માનવભક્ષી દીપડાની શોધ શરૂ
દર્દનાક ઘટનાને પગલે વનવિભાગ દ્રારા **દાઢખોર દીપડાને પાંજરે પૂરવા માટે ઘટનાસ્થળ નજીક **પાંચ પિંજરા ગોઠવાયા છે. વનવિભાગે માનવભક્ષી ઘોષિત કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે.
📍 સ્થાનિકોમાં ફફડાટ, સુરક્ષાના મુદ્દે ઉઠ્યાં સવાલો
આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જી દીધો છે. ગ્રામજનોએ વન વિભાગ તથા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને દીપડાના ત્રાસથી બચવા વધુ સુરક્ષાની માંગણી કરી છે.
🕯️ નાનકડા જીવ પર આઘાતજનક હુમલો સમગ્ર સમાજ માટે ચેતવણીરૂપ છે. માનવ વસાહતો નજીક વન્યજીવોના વધતા આગમનને ધ્યાનમાં લઈ તાકીદે પગલાં લેવાની જરૂરિયાત છે.
👉 વધુ અપડેટ માટે જોડાયેલા રહો.
🖋️ અહેવાલ: જગદીશ યાદવ, જૂનાગઢ