ગીરમાં ઇકોઝોનના આંદોલનની આગ દશેરામાં ગામડે ગામડે પહોંચી, ઇકોઝોનની આગથી ઇકોઝોન નામનો રાક્ષસ જ હણાયો

જૂનાગઢ

ઇકોઝોન માટે લડત લડનાર આપનેતા પ્રવીણ રામની અપીલ બાદ ગીરવિસ્તારમાં ઠેર ઠેર દશેરાના દિવસે ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી સાંકેતિક વિરોધ નોંધાવવામાં આવ્યો

દશેરાના દિવસે જૂની પરંપરા પ્રમાણે દરેક વિસ્તારમાં રાક્ષસના દહનનો પ્રોગ્રામ થતો હોય છે ત્યારે ગીર વિસ્તારના લોકોએ ઇકોઝોનને જ રાક્ષસ ગણાવી એમનું દહન કરી નાખ્યું

ગીર વિસ્તારમાં ઠેર ઠેર જગ્યાએ લોકોએ ઇકોઝોનના પૂતળાને રાક્ષસ બતાવી એમનું જ દહન કરી નાખ્યું

આ બાબતે આપનેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે આ રાક્ષસનું દહન કરી નાખ્યું

ગીરના લોકોએ ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી દશેરાની જૂની પરંપરા જાળવી :- પ્રવીણ રામપ્રવીણ રામે વધુમાં જણાવ્યું કે આવો પ્રોગ્રામ આપી અમે સરકારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે તેમજ માતાજીને પ્રાર્થના કરી છે કે આવા ઇકોઝોન રૂપી રાક્ષસથી ગીરના લોકોને બચાવે

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)