સામાજિક વિકાસ અને સમૃદ્ધિ માટે સમર્પિત શ્રી માન. જવાહરભાઈ ચાવડાએ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આહીર સમાજના આગેવાનો અને સભ્યોને મળીને સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા અને માર્ગદર્શન આપ્યું.પ્રથમ, રંઘોળા ગામે, પૂજ્ય દેવાયત બાપૂના આશીર્વાદથી તેમનાં પ્રવાસની શુભ શરૂઆત થઈ. રંઘોળા આહીર સમાજ દ્વારા તેમના ભવ્ય સ્વાગત સાથે તેઓ યુવાનો, વડીલો અને બહેનો સાથે બેઠકો યોજીને સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી.
શ્રી જવાહરભાઈએ વિશ્વાસ આપ્યો કે સમાજ જ્યાં પણ જરૂરિયાત અનુભવે, તેઓ મદદ માટે હંમેશા તત્પર રહેશે.ત્યારબાદ, ધોળા ગામે, આહીર સમાજના અગ્રણી શ્રી પેથાભાઈ આહીર સાથે બેઠક યોજાઈ, જ્યાં સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી. આ ચર્ચાઓમાં સમાજની મજબૂત ભૂમિકા માટે પ્રેરક વિચારવિમર્શ થયો.વલ્લભીપુરમાં, શ્રી “મોંઘી બા” ની પવિત્ર જગ્યા પર સ્થળિય આગેવાનો દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો. આ તકે, સમાજના સમૂહિક ઉત્થાન માટે નવી દિશાઓ નક્કી કરવામાં આવી.સિહોર ખાતે, મિલનભાઈ કુવાડિયાના શંખનાદ ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં આગેવાનો અને સમાજના સભ્યો સાથે સરળ વાતચીત અને સુઝાવો આપ્યા.
તેમણે ભાવેશભાઈ વાઘમસીને મુલાકાત લઈને તેમના પ્રદાન માટે આભાર વ્યક્ત કર્યો.ત્યારબાદ….ભાવનગર ખાતે આવેલ આહીર કન્યા છાત્રાલય ની મુલાકાત લીધી, હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી દીકરીઓ સાથે વિચાર ગોષ્ઠી કરી. અને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું.આ પ્રવાસ દરમિયાન શ્રી માન. જવાહરભાઈ ચાવડાએ સમાજના એકતા અને વિકાસ માટે તેમના દ્રઢ નિશ્ચય અને સંકલ્પને ફરીવાર પુરવાર કર્યો. તેઓએ શ્રેણીબદ્ધ બેઠક અને ચર્ચાઓ દ્વારા સમાજના દરેક ખૂણામાં અસરકારક કામ કરવા માટે પાયો મૂક્યો.આ રીતે, તેમની સંવેદનશીલ નેતૃત્વશૈલી માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ સમાજના શ્રેષ્ઠ ભવિષ્ય માટે લાગણી અને ઉત્સાહ નું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે.આવી યાત્રાઓ સમાજ માટે પ્રેરણાનું શ્રોત બની રહે છે અને સતત વિકાસના માર્ગ પર આગળ વધે છે.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)