વિશ્વ માંતૃ ભાષા દિવસ ની ઉજવણી ના આયોજન ના ભાગ રૂપે કેશોદ તાલુકા ના મંગલપુર પ્રાથમિક શાળા ખાતે એક દિવસીય પરી સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં કેશોદ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના તમામ ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને શોભાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જોગિયા બીઆરસી કોઓર્ડીનેટર શ્રી ભરત નંદાણીયા તેમજ ત્રણેય બીટના કેળવણી નિરીક્ષકો ઉપસ્થિત રહ્યા હતા એસએમસી ના સભ્યો અને ગ્રામજનો પણ આ કાર્યક્રમમાં પોતપોતાની રીતે જન્મત ઉઠાવી સક્રિય રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં મંગલપુર પ્રાથમિક શાળાના બાળકોએ સમૂહ પ્રાર્થના રજૂ કરેલી અને ત્યારબાદ સંગીત વૃંદ સાથે ગુજરાતની ગૌરવ ગાથા ને વર્ણવતું સુંદર મજાનું ગીત પ્રસ્તુત કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી સુભાષભાઈ વાળાએ કરેલું.
કાર્યક્રમની શરૂઆતમાં બી આર સી કો ઓ. શ્રી ભરતભાઇ નંદાણીયાએ માતૃભાષાનું મહત્વ અને ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરેલ ત્યાર બાદ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ઈમ્તિયાઝભાઈ કાઝીએ ભાષાને સરળતાથી કઈ રીતે શીખવી શકાય તે અંગેના નિયમો રસપ્રદ શૈલીમાં રજૂ કરેલા. કાર્યક્રમમાં તમામ શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમનું આયોજન સંયોજક શ્રી રસિકભાઈ કોરડીયાએ કરેલું, કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોએ પોતપોતાની શાળામાં વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)