ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને અધિકૃત કરવાનો મુદ્દો ગરમાયો, વકીલોએ યોજ્યું વિરોધ પ્રદર્શન.

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયિક પ્રક્રિયામાં ગુજરાતી ભાષાને અધિકૃત ભાષા તરીકે સ્વીકારવાની માંગ સાથે, ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ દ્વારા વિશ્વ માતૃભાષા દિને (21મી ફેબ્રુઆરી, 2025) હાઇકોર્ટ પરિસરની બહાર વિશેષ ધરણાં અને પ્રદર્શન યોજાયું. ગુજરાતભરના અનેક વકીલોએ આ અનોખા વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો.

ગુજરાતી ભાષાને હાઇકોર્ટમાં અધિકૃત સ્થાન ન મળતા નારાજગી, આવેદનપત્ર આપવામાં આવશે

આ ધરણાં અને પ્રદર્શન બાદ, ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને ન્યાયિક પ્રક્રિયામાં સામેલ કરવાની માંગ સાથે, ગુજરાત ઉચ્ચ ન્યાયાલય માતૃભાષા સમિતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને આવેદનપત્ર સુપ્રત કરશે.

સમિતિના કન્વીનર અસીમ પંડ્યાએ જણાવ્યુ હતું કે આઝાદીના 75 વર્ષ પછી પણ રાજ્યની વડી અદાલતમાં માત્ર અંગ્રેજી ભાષાને માન્યતા આપવામાં આવે છે, જેનાથી ગુજરાતી બોલનારા નાગરિકોને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે મંતવ્ય આપ્યું છે કે, અદાલતની કાર્યવાહી સ્થાનિક ભાષામાં થવી જોઈએ અને ન્યાયસંબંધિત નિર્ણયો સામાન્ય જનતા માટે સરળ અને સુલભ હોવા જોઈએ.

📢 વિશેષ અપડેટ માટે જોડાયેલા રહો!