જૂનાગઢ સેવા સાધના અને સંસ્કારની તપોભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલી ઐતિહાસિક નગરીના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા સ્થપિત ડો. સુભાષ અકેડમિ, જૂનાગઢ સંલગ્ન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ડૉ.સુભાષ યુનિવર્સિટીના ઉપક્રમે વાર્ષિકોત્સવ 2024ની ઉજવણી તા.25 ડિસેમ્બર બુધવારના રોજ ડો.સુભાષ અકેડમિ ખાતે યોજાશે.
આ પ્રસંગે પ્રથમ બેઠક વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાશે જેનું ઉદ્ઘાટન શ્રી અજયભાઈ ઉમટના (વરિષ્ઠ પત્રકાર) વરદ હસ્તે થશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર શ્રી રોનકભાઈ પટેલ, (એન્કર, એ.બી.પી.ન્યુઝ) પ્રવીણભાઈ આહીર, (એન્કર, જી.એસ. ટીવી ન્યુઝ) હેમંતભાઈ ગેલાણી (એન્કર વી.ટીવી. ન્યુઝ), અને ગોપીબેન ઘાંઘર (એન્કર, નિર્ભય ન્યુઝ) ખાસ ઉપસ્થિત રહેશે .
આ જ બેઠકમાં આહિરરત્નો શ્રી કાનાભાઈ બાંટવા,(તંત્રી આજકાલ દૈનિક) શ્રી અર્જુનભાઈ ડાંગર, (સ્ટેટ એડિટર, દિવ્યભાસ્કર સેટેલાઈટ) શ્રી રજનીભાઈ કાતરીયા (પોપટભાઈ) (સોશિયલ મીડિયા આશ્રમ, મહુવા)અને વિજયભાઈ જોટવાનું (ડી.ડી.ભારતી ન્યુઝ) એમણે મેળવેલી સિદ્ધિઓ બદલ સન્માન કરવામાં આવશે. સાથે સાથે અભ્યાસમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સંસ્થાના વિદ્યાર્થીઓનું સન્માન કરી એમને પણ ગૌરવાન્વિત કરાશે. આ પ્રસંગે રાત્રિની બીજી બેઠકમાં સુભાષ અકેડમિની વિવિધ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે, આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંદેશ ટીવી એન્કર શ્રી નુપુરભાઈ પટેલ કરશે. આ પ્રસંગે યોજાનાર વિદ્વાનોની વિચાર ગોષ્ઠિ અને સુભાષ રંગભવન પરથી રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સૌને ઉપસ્થિત રહેવા સંસ્થાના વડા અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને સંસ્થાના સંયોજક શ્રી રાજ ચાવડાએ સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)