સુરત :
યુથફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવશે. જેની ઊંચાઇ 35 ફૂટ રહેશે. સુરત શહેરમાં સૌથી મોટી અને ઊંચી દહીં હાંડી ફોડનાર ગોવિંદા મંડળને 1.5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મહિલા ગોવિંદાઓ પણ 25 ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે.
મહિલાઓ પણ 25 ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ, ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો. જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડના શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને રૂપિયા 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. તેમજ બાકીના મંડળ જે સુરત શહેરની મુખ્ય મટકીને સલામી મારવા આવશે, તેઓના મંડળનું સ્વાગત કરી આશ્વાસન ઈનામ અને ટ્રોફી આપવામાં આવશે.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)