ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મોટું ઓપરેશન : અમદાવાદ અને સુરતમાં 1024 પર કાર્યવાહી, ગૃહમંત્રીએ આપ્યું ચેતવણીનું સંદેશ

ગુજરાત :
ગુજરાત પોલીસ દ્વારા ગતરાત્રે સુરત અને અમદાવાદ શહેરોમાં મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
આ ઓપરેશનમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા છે.

અમદાવાદમાંથી 890 અને સુરતમાં 134 બાંગ્લાદેશી પકડાયા છે.
આ ગુજરાતી પોલીસ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહીઓમાંથી એક ગણાઈ રહી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ બાંગ્લાદેશીઓ બંગાળ રાજ્યની સરહદ પાર કરીને ભારતમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ફેક ડોક્યુમેન્ટ બનાવડાવી ભારતના વિવિધ રાજ્યોમાં રહી રહ્યાં હતા.
આમાંથી ઘણા લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા હોવાની પણ માહિતી મળી છે.
વિશેષ રૂપે, અગાઉ ઝડપાયેલા ચાર બાંગ્લાદેશી અલકાયદા આતંકી સંગઠન માટે કામ કરતા હતા.

ગુજરાતના ગૃહમંત્રીએ ઘૂસણખોરો માટે કડક ચેતવણી આપતા કહ્યું છે કે,
“જેઓ ગેરકાયદેસર રીતે ગુજરાતમાં વસે છે, તેઓ તરત નજીકના પોલીસ સ્ટેશન પર હાજર થઈ જઈને સરેન્ડર કરે, નહીં તો ગુજરાત પોલીસ તેમને ઘરે જઈને પકડશે.”
મંત્રીએ એ પણ સ્પષ્ટ કહ્યું કે,
“ગેરકાયદેસર ઘૂસણખોરીમાં સહાય કરનારાઓ સામે પણ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.”

આ સમગ્ર કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ઘૂસણખોરી અટકાવવાના નિર્દેશો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પછી શરૂ કરાઈ છે.
ગુજરાત સરકારે દેશના હિતમાં આ મહત્ત્વના નિર્ણયોનું અમલ સખતપણે કરવાનું નિર્ધારણ કર્યું છે.

આ ઓપરેશન દરમિયાન સુરત અને અમદાવાદના એસીપી, ડીસીપી સહિતના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આખી રાત ખડે પગે રહી શ્રમપૂર્વક કામગીરી કરી હતી.
ગુજરાત પોલીસ અને સમગ્ર ટિમને મંત્રીએ અભિનંદન પાઠવ્યા છે.