અંબાજી
શક્તિપીઠ અંબાજી માં અસામાજિક તત્વોનો આતંક હજી થમવાનો નામ નથી લઈ રહ્યો . યાત્રાધામ અંબાજીમાં અગાઉ અનેકો ગુનાહિત ઘટનાઓ ઘટી છે જેને રોકવા મા અંબાજી પોલીસ નાકામ સાબિત થઈ છે. અંબાજીમાં બનતી વારંવાર આ પ્રકારની ઘટનાઓને લઈને અગાઉ અંબાજી એક દિવસ માટે સજ્જડ બંધ પણ રહ્યું હતું. અંબાજીના ભર બજારમાં પથ્થરમારો હોય કે પછી ચોરીની ઘટના હોય કે પછી મોબાઈલ સ્કેચિંગ ની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. આ ઘટનાઓથી સમગ્ર અંબાજી ખૂબ જ હાલાકી ભોગવી રહ્યો છે. તાજેતરમાં ગઈકાલે યાત્રાધામ અંબાજી ના ભર બજારમાં રાત્રિના સમયે એક વેપારી જે પોતાનો મોબાઈલથી વાતો કરતા કરતા પસાર થતો હતા ત્યારે બાઈક ઉપર સવાર ત્રણ અંજાણ્યા ઇસમો પાછળથી આવી વેપારીના હાથમાંથી મોબાઇલ છીનવીને બજારમાંથી ફરાર થઈ ગયા હતા.
અંબાજીમાં જુવેલર્સ ની દુકાન ના વેપારી મહેશભાઈ સોની ગઈકાલે રાત્રે પોતાની દુકાનને બંધ કરી ઘર તરફ જતા હતા ત્યારે એકાએક પાછળથી બાઇક સવાર ત્રણ અંજાનિયા વ્યક્તિઓ આવીને હાથમાંથી મોબાઇલ છીનવીને ફરાર થઈ ગયા હતા.ત્યારે બજારમાં બીજા વેપારીઓ બુમો પાડી તેમનો પીછો પણ કર્યો હતો. છતાં તેમને પકડી શક્યા ન હતા. ત્યારબાદ ભોગ બનનાર વેપારી અંબાજી પોલીસ સ્ટેશનમાં જઈ રાત્રિના સમયે પોતાની આપવીતી બતાવી હતી .અને પોલીસ સ્ટેશન ખાતે અરજી પણ આપી હતી. ત્યારબાદ આજે સવારે ભોગ બનનાર વેપારીએ પોતાની સાથે બનેલી ઘટના ને લઈને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે એફ આર આઇ પણ નોંધાવી છે. વારંવાર અંબાજીમાં બનતી આ પ્રકારની ઘટનાઓથી સમગ્ર અંબાજી વાસી ખૂબ જ પરેશાન છે. અને અંબાજી પોલીસ તેમને રોકવામાં નાકામ સાબિત થઈ છે.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)