ગુજરાત આહીર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા ભાવનગર જિલ્લામાં આહીર સમાજ ની મુલાકાતે પ્રવાસ.સામાજિક વિકાસ અને સમૃદ્ધિ માટે સમર્પિત શ્રી માન. જવાહરભાઈ ચાવડાએ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આહીર સમાજના આગેવાનો અને સભ્યોને મળીને સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા અને માર્ગદર્શન આપ્યું.રાજ હંસ ફોર્મ ઊંડવી…ભાવનગર જિલ્લા આહીર સમાજનાં પ્રમુખ સન્માનીય શ્રી રામભાઈ સાંગા ના રાજ હંસ ફોર્મ ખાતે સમાજનાં લોકો સાથે બેઠક યોજીને સમાજના વિકાસલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરી. શ્રી જવાહરભાઈ ચાવડા એ વિશ્વાસ આપ્યો કે સમાજ ને જ્યાં પણ જરૂરિયાત અનુભવે, તેઓ મદદ માટે હંમેશા તત્પર રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે જ્ઞાતિબંધુઓ એ સ્નેહ ભોજન લીધા.જીણારામ બાપૂ ની જગ્યા…સૌ કોઈને ની આસ્થાનું કેન્દ્ર પુજ્ય જીણારામ બાપુની જગ્યા સિહોર ખાતે જવાહરભાઈ ચાવડા એ કાળિયા ઠાકર ના દર્શન કરી સમગ્ર આહીર સમાજ ને એક તાંતણે બાંધવા અને સમાજ ઉત્થાન માટે પ્રાર્થના કરી.
પ્રભુના આશીર્વાદ લીધા.આહીર બોર્ડિંગ ભાવનગર…આહીર બોર્ડિંગ ભાવનગર જ્યાં સમાજનાં લોકો સાથે સમાજિક વિવિધ વિષય પર ચર્ચાઓ કરી સમાજની મજબૂત ભૂમિકા માટે પ્રેરક વિચારવિમર્શ કર્યો. આ તકે જવાહરભાઈ ચાવડા સાથેના 1990 ના સમયનાં સાથી ધારાસભ્ય અને આગેવાન નાનાભાઈ રોયલા નું માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ.મુરલીધર કેરિયર ઇન્સિટટ્યુટ ભાવનગર.ભાવનગર મા આવેલ મુરલીધર કેરિયર ઇન્સિટટ્યુટ ખાતે સમાજનાં આગેવાન મિત્રો કેળવણીકારો સાથે બેઠક કરીઆ તકે સમાજ વિકાસ માટે નવી દિશાઓ નક્કી કરવામાં આવી.ઉપરાંત… થોડા દિવસ પહેલા ભાવનગર ના ત્રાપજ ખાતે અકસ્માતમાં અવસાન પામેલ સમાજનાં હતભાગી મૃતકો આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી.આ પ્રવાસ દરમિયાન શ્રી માન. જવાહરભાઈ ચાવડાએ સમાજના એકતા અને વિકાસ માટે તેમના દ્રઢ નિશ્ચય અને સંકલ્પને ફરીવાર પુરવાર કર્યો. તેઓએ શ્રેણીબદ્ધ બેઠક અને ચર્ચાઓ દ્વારા સમાજના દરેક ખૂણામાં અસરકારક કામ કરવા માટે પાયો મૂક્યો.આ રીતે, તેમની સંવેદનશીલ નેતૃત્વશૈલી માત્ર એક પ્રવાસ નહીં, પરંતુ સમાજના શ્રેષ્ઠ ભવિષ્ય માટે લાગણી અને ઉત્સાહ નું શ્રેષ્ઠ ઉદાહરણ બની છે.આવી યાત્રાઓ સમાજ માટે પ્રેરણાનું શ્રોત બની રહે છે અને સતત વિકાસના માર્ગ પર આગળ વધે છે.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)