ચિંતન શિબિર-૨૦૨૪ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ૧૧મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીશ્રી ઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મૂળુભાઈ બેરા, શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, પંચાયત વિભાગના રાજ્યમંત્રીશ્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોશી, શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ ઔલખ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી.કે. પારેખ, રાજ્યના મુખ્ય સચિવશ્રી રાજકુમાર, ઉચ્ચ અધિકારી સર્વે શ્રી ડો. હસમુખ અઢિયા, શ્રી એસ. એસ. રાઠૌર, શ્રી આર.જી. ગોહિલ, શ્રી આર. એસ. નિનામા, માહિતી નિયામકશ્રી કે.એલ. બચાણી સહિતના ઉચ્ચ અધિકારીઓનું એરપોર્ટ ખાતે ભાવભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને વધાવવા કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખશ્રી મેહુલભાઈ ગોંડલીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભનુભાઈ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસિયા, ગીર સોમનાથ જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્નેહલ ભાપકર, રેન્જ આઈજીશ્રી નિલેશ જાજડીયા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેકટરશ્રી વંદના મીણા, અગ્રણી સર્વશ્રી ચિરાગભાઈ ભોપાળા, શ્રી પ્રવીણભાઈ ભાલાળા, શ્રી ગૌરાંગ વ્યાસ, શ્રી દિવ્યેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)