ચૂંટણી પૂર્વે જિલ્લા પોલીસ વડાનુ બોર્ડર ચેકપોસ્ટો પર જાત નિરીક્ષણ

ચૂંટણી પૂર્વે જિલ્લા પોલીસ વડાનુ બોર્ડર ચેકપોસ્ટો પર જાત નિરીક્ષણ

 

બનાસકાંઠા :

 

ચૂંટણી ની જાહેરાત બાદ તુરંત આચારસંહિતા લાગુ થતાં. પોલીસ દ્વારા ચેકીંગ .. બનાસકાંઠા જિલ્લા વડા દ્વારા ચેકીંગ નિરીક્ષણ કરવામાં આવ્યું.. બનાસકાંઠા ગૂજરાત ને રાજસ્થાન ને જોડતા રોડ પર સઘન ચેકીંગ ..

 

બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સીમાવર્તી હોવાથી બોર્ડર ચેકપોસ્ટો ચૂંટણી પૂર્વે સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોનુ સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. ત્યારે બોર્ડરો પરની વ્યવસ્થાનુ નિરીક્ષણ અર્થે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ખુદ પહોંચ્યા હતા અને પોલીસ કર્મચારીઓને સુરક્ષાને લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પણ કર્યા હતા.

 

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા ધાનેરાની થાવર, અમીરગઢની માવલ, અંબાજીની છાપરી, પાંથાવાડાની ગુંદરી અને થરાદની ખોડા ચેકપોસ્ટ પર પહોંચ્યા હતા અને જાત નિરીક્ષણ કર્યું હતું.

 

 

અહેવાલ :- અયુબ પરમાર ( બનાસકાંઠા )