ચેમ્બર દ્વારા ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસી અંગે ઉદ્યોગકારો અને વેપારીઓને સમજ આપવાના હેતુથી અવેરનેસ સેશન યોજાયું

સુરતઃ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘ગુજરાતની નવી ટેક્ષ્ટાઈલ પોલિસી ર૦ર૪’ વિષય પર અવેરનેસ સેશન યોજાયું હતું. જેમાં જાણીતા ઉદ્યોગકાર એવા પ્રતિભા ગૃપના ચેરમેન પ્રમોદ ચૌધરી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરના ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સના ચેરમેન આશીષ ગુજરાતી, ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા, ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજીવ કપાસિયાવાલાએ ટેક્ષ્ટાઇલ પોલિસીની સમીક્ષા કરી ઉદ્યોગકારોને મળનારી સબસિડી તથા તેનાથી ઇન્ડસ્ટ્રીને થનારા લાભો વિષે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૧પ ઓકટોબરના રોજ ગુજરાતની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની જાહેરાત કરવામાં આવી હતી. ઘણા વખતથી રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી અને આ પોલિસી માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સતત પ્રયત્નો ચાલુ રહ્યા હતા. ખાસ કરીને ટેક્ષ્ટાઇલની ટફ સબસિડી બંધ હોવાને કારણે ચેમ્બરની માંગ હતી કે રાજ્યની નવી ટેક્ષ્ટાઇલ પોલિસીમાં અપફ્રન્ટ કેપિટલ સબસિડી આપવામાં આવે. ચેમ્બરની માંગણી મુજબ અપફ્રન્ટ કેપિટલ સબસીડી ૧૦ ટકાથી ૩પ ટકા સુધીની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ ઇન્ટરેસ્ટ સબસિડીની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના આખી વેલ્યુ ચેઇનમાં સૌથી મહત્વનો રોલ પ્રોસેસિંગનો છે. આ એકમો ઇન્ટરનેશનલ કક્ષાનું યાર્ન બનાવે છે અને કપડું પણ બનાવી શકીએ છીએ. સુરતમાં ગારમેન્ટીંગની પરિસ્થિતિ સારી થઇ રહી છે, જેને વધુ મજબુત બનાવવાની દિશામાં પ્રયાસ કરવો પડશે. ભારતમાં ટેક્ષ્ટાઇલ કલસ્ટોરોમાં જેવી રીતે કોટનનો વિકાસ થયો છે તેવો વિકાસ એમએમએફનો સુરતની ઇન્ડસ્ટ્રીએ કરવો જોઇએ. હાલમાં લોકલ કન્ઝમ્પ્શન મજબુત હોવાથી ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે પણ ફોરેન એક્ષ્ચેન્જ માટે એક્ષ્પોર્ટ વધારવું પડશે.

જોઇએ પણ સબસિડીના ભરોસે ઉદ્યોગકારો અને વેપારીઓએ કયારેય વેપાર કરવો જોઇએ નહીં.

સીએ રાજીવ કપાસિયાવાલાએ જણાવ્યું હતું કે, ભારતમાં પ૦% એમએમએફનું ઉત્પાદન ગુજરાત કરે છે, જેમાં સુરતનો હિસ્સો ૮પથી ૯૦% છે. ગત ૧પથી ર૦ વર્ષમાં ક્લેઈમ માટે ૮પથી ૯૦% ફાઈલો માત્ર સુરતની હોય છે. ગુજરાતની નવી ટેક્ષ્ટાઈલ પોલિસીમાં રોકાણમાં વૃદ્ધિ, ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન, ગારમેન્ટ, ટેકનિકલ ટેક્ષ્ટાઈલ, એમએસએમઈ, પીએમ મિત્રા પાર્ક, મહિલાઓના રોજગારમાં વૃદ્ધિ જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. ૦૧લી ઓકટોબર ર૦ર૪થી ૩૦મી સપ્ટેબર ર૦ર૯ સુધી નવી ટેક્ષ્ટાઈલ પોલિસી અમલમાં રહેશે. જૂની પોલિસી જે તા. ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી તેને તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૪ સુધી એક્ષ્ટેન્ડ કરવામાં આવી હતી, જે ગત જૂની પોલિસીમાં કવર્ડ હતા, તેમના માટે કોઈ પણ બ્લેક આઉટ પીરિયડ નથી.

અહેવાલ :- બ્યુરો રિપોર્ટ સુરત