ચોરી થયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન રાજુ ઉર્ફે પડકુ વિક્રમભાઈ ચૌહાણ લીલા સર્કલ આગળ સીદસર રોડ રૂદ્ર હોટેલની સામે કાળીયાબીડ તરફ જવાના રસ્તે પશુ દવાખાનની સામે એક નંબર પ્લેટ વગરના મો.સા સાથે ઉભેલ છે.જે મોટર સાયકલ તેણે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં રાજુભાઇ ઉર્ફે પડકુ વિક્રમભાઇ ચૌહાણ પાસેથી કાળા કલરનું હિરો કંપનીનું રજી.નંબર વગરનું એન્જીન નંબર-HA10AGH5H14185 મુજબનું મોટર સાયકલ મળી આવેલ.જે મોટર સાયકલ અંગે તેની પાસે આધાર કે રજી.કાગળો નહિ હોવાનું અને તે અંગે ફર્યું-ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી આ મોટર સાયકલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.

મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં આશરે દોઢેક મહીના પહેલા ભાવનગર હિમાલીયા મોલની સામે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાવેલ.’’જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)