ભાવનગર
લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન બાતમી મળેલ કે મરૂન કલરનું ટી શર્ટ તથા રાખોડી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ એક માણસ ક્રેસન્ટ સર્કલ, મુકદ્દર ચા પાસે રોડ ઉપર ઉભેલ છે.જે આવતાં-જતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરવા માટે પુછપરછ કરે છે. જે મોબાઇલ ફોન તેણે કયાંકથી ચોરી કરેલ હોવાની શંકા છે. જે અંગે બાતમીવાળી જગ્યાએ આવતાં દિપક અરવિંદભાઇ મોણપરિયા પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં તેની પુછપરછ કરતાં તે મોબાઇલ ફોન અંગે ફર્યું- ફર્યું બોલી કોઇ સંતોષકારક જવાબ આપતો નહિ હોવાથી મોબાઇલ ફોન શક પડતી મિલ્કત તરીકે કબ્જે લઇ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
આ માણસની મોબાઇલ ફોન બાબતે પુછપરછ કરતાં આશરે એકાદ મહિના પહેલાં બપોરના સમયે ભાવનગર, મેઇન બજારમાં આવેલ રાજા ફુટવેર નામની દુકાનેથી સીલ્વર કલરનો રેડમી કંપનીનો ડિવાઇસ નેમ-Redmi 12 મોબાઇલ ચોરી કરેલ હોવાનું જણાવેલ.જેથી તેને આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)