છત્તીસગઢની પરિણીતાને મુંબઈના યુવક સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી સુરત ખાતે બોલાવી ગેસ્ટહાઉસમાં રેપ કર્યો છે. આ બાબતે પરિણીતાએ છત્તીસગઢમાં ઝીરો નંબરથી ફરિયાદ આપી હતી. જેના આધારે મહિધરપુરા પોલીસે મુંબઈના 45 વર્ષીય યુવક અહેમદ જાવેદ શાહની વિરુધ્ધ રેપનો ગુનો નોંધ્યો છે.
અહેમદ શાહે પરિણીતા પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પરિણીતાને પાછી 28મી જુન-2024ના દિવસે આરોપીએ સુરત બોલાવી હતી. તે સમયે આરોપીએ મિત્ર અલ્તાફના ઘરે લઈ ગયો હતો. જ્યા તેની સાથે પાછો સંબંધ બાંધ્યો હતો. અહેમદ શાહ પકડાયા બાદ વધુ હકીકતો બહાર આવી શકે છે.આરોપીએ નાગપુર ખાતે પણ મહિલાને બોલાવી આરોપીએ રેપ કર્યો હતો. છેવટે કંટાળીને પરિણીતાએ આ બાબતે પતિને વાત કરી હતી. પરિણીતાએ છત્તીસગઢ પોલીસમાં આરોપી અહેમદ શાહની વિરૂધ્ધમાં રેપની ફરિયાદ કરી હતી. હાલમાં આરોપી અહેમદ શાહ ફરાર છે.