ગીર સોમનાથ
ગીર ના ખેડૂતોની જીવાદોરી સમાન છેલ્લા 10 વર્ષથી બંધ પડેલી ૧૪૦૦૦ ખેડૂત સભાસદોની માતૃસંસ્થા એવી શ્રી બીલેશ્વર ખાંડ ઉદ્યોગ કોડીનારને ઈન્ડીઅન પોટાશ લિ., ન્યુ દિલ્હી સાથે ૩૦ વર્ષ ના ભાડા કરાર થી પુનઃ ચાલુ કરવા બાબતે ખાસ સાધારણ સભા આજે ખાંડ ઉધોગ ના પટ્ટાગણમાં ચેરમેન પી.એસ.ડોડીયા ની અધ્યક્ષતામાં મળી બિલેશ્વર ખાંડ ઉદ્યોગને આઈ.પી.એલ કંપનીને લીઝ પર આપીને ફરી ધમધમતો કરવા સાધારણ સભા એ સર્વાનુમતે ઠરાવ કર્યો.
સૌરાષ્ટ્રમાં ધમધમતા ખાંડ ઉદ્યોગો છેલ્લા એકાદ બે દાયકા માં બંધ થય ચુક્યા છે.તો ગીર વિસ્તાર ના તાલાલા,ઉના અને કોડીનાર ખાંડ ઉદ્યોગ પણ લાંબા સમય થી બંધ થઇ મૃતપાય બનતા ગીર ના ખેડૂતો ની કમ્મર તૂટી છે. ત્યારે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલી કોડીનાર ની બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે તેને લઈ ખેડૂતો અને સભાસદોમાં ખુશી જોવા મળી રહી છે.આ પંથકમાં સૌથી વધું શેરડીનું ઉત્પાદન થાય છે એક સમય હતો કે ગીરમાં ત્રણ સ્યુગર મિલો ધમધમતી હતી પરંતુ સમય જતાં ત્રણેય સુગર મિલો બંધ થઈ અને છેલ્લી બિલેશ્વર ખાંડ ઉદ્યોગ છેલ્લા દસ વર્ષથી બંધ હતી ત્યારે આ વિસ્તારમાં ખેડૂતો શેરડીનું ઉત્પાદન તો કરતા હતા પરંતુ ખેડૂતોને સ્થાનિક રાબડાઓમાં શેરડી આપવી પડતી હતી જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા હતા ત્યારે હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ ઈન્ડીઅન પોટાશ લિ સહયોગથી શરૂ થવા જઈ રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
હવે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ શરૂ થવા જઈ રહી છે તેને લઇ માત્ર કોડીનાર તાલુકાને જ નહીં આસપાસના સુત્રાપાડા,તાલાળા અને ગીર ગઢડા તાલુકાના હજારો ખેડૂતોને હવે સીધો ફાયદો થશે ખેડૂતોને શેરડી ના પોષણ ક્ષમ ભાવ મળશે ગીર ના ખેડૂતો સાથે વેપારીઓ ને પણ ફાયદો થશે ખાંડ ઉધોગ બંધ થવાથી આ વિસ્તાર નું આર્થિક ચક્ર જાણે થંભી ગયું હતું જે આજે સાધારણ સભા માં ખાંડ ઉધોગ ને શરૂ કરવાની સર્વાનુમતે મંજૂરી મળતાની સાથે જ ગીર પંથક ના ખેડૂતો સહીત તમામ લોકો માં ખુશી ફેલાઈ છે.
અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)