છેલ્લા દશ મહીનાથી બી.ડીવી.પો.સ્ટે. ના એન.ડી.પી.એસ.ના ગુન્હા માં નાસતા ફરતા આરોપી ને સુરત ખાતેથી પકડી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ!

મ્હે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સાહેબ નિલેશ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા સાહેબ તથા જુનાગઢ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા કાયદો અને વ્યવસ્તા જળવાય રહે તે હેતુ સારૂપો.સ્ટે.વિસ્તારના ગુનાના કામ નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ કેદીઓને શોધી કાઢવા ખાસ જીલ્લા પોલીસ તંત્રને સદરહું કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે જુનાગઢ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહીલ સાહેબ નાઓની સુચના મુજબ અત્રેના જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની કાર્યવાહી કરવા સુચના મળેલ જે અનુસંધાને ટેકનીકલ સોર્સ તેમજ હયુમન ઇન્ટેલીજન્સના માધ્યમથી જુનાગઢ બી. પો.સ્ટે. ગુ.ર.નં- ૧૧૨૦૩૦૨૪૦૯૪૯/૨૦૨૪ એન.ડી.પી.એસ. કલમ-૮(સી)૨૦બી,૨બી,૨૯ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી તુષાર ઉર્ફે બાલો મહેશભાઇ જોષી રહે.હાલ સુરત વરાછા માતાવાડી બરોડા પ્રિન્ટેઝ વિસ્તારમાં વર્ષ વાડી સોસાયટી મુળ રહે. જુનાગઢ વાળો સુરત ખાતે પોતાના સરનામે હોવાની ચોકકસ હકીકત મળેલ હોય જે અત્રેના પો.સ્ટે.ના એ.એસ.આઇ. વીરમભાઇ લખમણભાઇ પાતર તથાપો.કોન્સ.જીલુભા આલીંગભાઇ ભલગરીયા નાઓને તુરંત સુરત ખાતે રવાના કરી જેઓએ વરાછા પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. શાખા સુરત શહેર નો સંપર્ક કરી ઉપરોકત નાસતા ફરતા આરોપી બાબતે તપાસ કરાવતાં સુરત ખાતેથી હસ્તગત કરી બી.ડીવી.પો.સ્ટે. ખાતે લાવવામા આવેલ છે.


પકડાયેલ આરોપી- તુષાર ઉર્ફે બાલો મહેશભાઇ જોષી રહે.હાલ સુરંત વરાછા માતાવાડી બરોડા પ્રિન્ટેઝ વિસ્તારમાં વર્ષા વાડી સોસાયટી મુળ રહે. જુનાગઢ જવાહર રોડ મીરા એપાર્ટમેન્ટ પાસે


આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા ના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. એ.બી.ગોહીલ ની સુચના આધારે ગુન્હા નિવારણ સ્કોડના પો.સબ ઇન્સ. એસ.એ.સાંગાણી તથા
એ.એસ.આઇ વી.એલ.પાતર તથા પો.હેડ.કોન્સ.કળે.એન.જોગીયા, પી.બી.હુંણ, રવીન્દ્રભાઇ વાંક જાદવભાઇ સુવા તથા
પો.કોન્સ., ભુપતભાઇ દાનાભાઇ ધુળા, કરશનભાઇ ભારાઇ, પ્રવીણભાઇ રાણીંગભાઇ, જેઠાભાઇ નાથાભાઇ, ભાવસીહભાઇ સાદુંલસીશ સીસોદીયા, જીલુભાઇ આલીંગભાઇ નાઓએ કરેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ