જયપુરથી પગપાળા સોમનાથ મહાદેવના દર્શને જતા શ્રી વિક્રમભાઈ શર્મા

જયપુરના શ્રી વિક્રમભાઈ શર્મા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે 2200 કિમીનું અંતર પગપાળા કાપી ગયા છે. હાલમાં તેઓ જૂનાગઢ પહોંચી ગયા છે. આ તેમની બીજી યાત્રા છે, અને જયપુર થી નીકળ્યા બાદ બે મહિના થઈ ગયા છે.

શ્રદ્ધા અને માન્યતા

વિક્રમભાઈ શર્માએ જણાવ્યું કે અચાનક તેઓ ગંભીર બીમારીમાં સપડાયા હતા, અને ડોક્ટરોએ કિડની ફેલ થઈ હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેમણે મહાદેવ પર શ્રદ્ધા રાખી, અને એક માન્યતા લીધી કે જો મહાદેવની કૃપાથી તેઓ રોગમુક્ત થશે, તો પાંચ વખત પગપાળા સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે.

સમાજ સુરક્ષા અધિકારીની નોંધ

વિક્રમભાઈની આ યાત્રા અંગે સમાજ સુરક્ષા અધિકારી કચેરીના શ્રી સોલંકીભાઈએ એક યાદીમાં જણાવ્યું છે કે આ તેમની બીજી યાત્રા છે, અને તેઓ મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, (જૂનાગઢ)