જામનગર અને દ્વારકામાં શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ વિભાગના અધિકારીઓ સતત વ્યસ્ત રહેતાં કચેરીઓ પર કયારેય પોતાનો રેકોર્ડ પરની કામગીરીઓ અને કાર્યવાહીઓની જાણ નથી

જામનગર

જામનગર અને દ્વારકા જિલ્લાઓ વિવિધ ઉદ્યોગોને કારણે લાખોની સંખ્યામાં કામદારો ધરાવે છે. આથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ વિભાગના અધિકારીઓ હાલાર પંથકમાં સતત વ્યસ્ત રહેતાં હોય છે, જો કે આ કચેરીઓ કયારેય પોતાની રેકર્ડ પરની કામગીરીઓ અને કાર્યવાહીઓ લોકોની જાણ ખાતર પણ જાહેર કરતી ન હોય, આવી કચેરીઓમાં ચાર દીવાલો વચ્ચે ઘણું રંધાતું હોવાની લોકોને સતત શંકાઓ રહેતી હોય છે.

ત્યારે ગાંધીનગર CBIના અધિકારીઓએ જામનગર EPFOના એન્ફોર્સમેન્ટ અધિકારી, એક ટેક્સ કન્સલ્ટન્ટ અને એક વચેટિયાની આ લાંચ બાબતે પૂછપરછ કરી છે. જો કે CBI અધિકારીઓએ નામો જાહેર કર્યા નથી. પરંતુ જામનગર EPFOના કમિશનરના જણાવ્યા અનુસાર, CBIના હાલના ઓપરેશનમાં કહેવાય છે કે, મીઠાપુરની એક કંપનીમાં અકુશળ કામદારો સપ્લાય કરતી એક પેઢીનું કોઈ કામ કેટલાંક સમયથી જામનગરની EPFO કચેરીમાં પેન્ડિંગ હતું. અને આ પ્રકરણમાં રૂ. 1.10 લાખની લાંચની લેતીદેતીના મામલે હાલારના એક ફરિયાદીએ CBIમાં ફરિયાદ કરી હતી. અને જામનગર EPFO કચેરી દૂધે ધોયેલી નથી એવું છેક દિલ્હી સુધી રેકર્ડ પર આવ્યું છે. જેમાં CBIની ટીમ દ્વારા હાલારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં EPFOના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહીત ત્રણ શખ્સો રૂપિયા 1.10 લાખની લાંચ લેતા ઝડપાયા છે. અને પેઢીના પેન્ડીંગ PFની ફાઈલ ક્લીયર કરાવવા લાંચની માંગણી કરી હોવાનું હાલ સામે આવી રહ્યું છે. જામનગરમાં એપલોઇસ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના એન્ફોર્સમેન્ટ ઓફિસર સહિત ત્રણ શખ્સોને ગાંધીનગર CBIએ દબોચ્યા છે. જેમાં ઓખા મંડળ સ્થિત પીએફ કન્સલ્ટન્ટ પેઢીના એચ કે ભાયાણી અને તેના પુત્ર જય ભાયાણી તેમજ અધિકારી નથવાણી દ્વારા પેઢીના ભાગીદાર પાસેથી લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. પેઢીના પીએફ અંગેની પેન્ડિંગ ફાઇલ ક્લિયર કરવા આ લાંચ માંગી હતી. જેને લઈને આરોપીઓના નિવાસ્થાન સહિતની જગ્યાઓ પર CBIનું ગુપ્ત સર્ચ ઓપરેશન થયું હતું અને ત્યારબાદ મહત્વના ડોક્યુમેન્ટ એટલે કે કાગળો CBIએ કબ્જે લઈ ત્રણેય ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. જો કે, જામનગર સ્થિત EPFO કચેરીને આ મામલે વધુ વિગતો જાણવા મળી ન હોવાની PF કમિશનર જણાવે છે. ત્યારે આ લાંચકાંડમાં CBIએ કાર્યવાહી કરતા હવે આગામી દિવસોમાં વધુ કડાકા ભડાકા થવાની સંભાવના છે

અહેવાલ : સલમાન ખાન (જામનગર)