
વેરાવળ, ૧૨ મે:
વેરાવળ ખાતે મણિબહેન કોટક સ્કૂલમાં યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાર અને તેમના પતિ કાનાભાઈ મુછારે રક્તદાન કરી રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાળ્યું છે.
કેમ્પ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ ઈન્ડિયન રેડક્રોસ અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજાયો હતો. કાર્યક્રમમાં નાગરિકો, વેપારીઓ, અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મંજુલાબેને રક્તદાન બાદ જણાવ્યું કે, “રાષ્ટ્રસેવા માટે રક્તદાન સૌથી સરળ અને મહાન યોગદાન છે.” અને નાગરિકોને રક્તદાન માટે આગળ આવવાની અપીલ પણ કરી.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ