જૂનાગઢ : તા. 1 સપ્ટેમ્બર 2025, સોમવારના રોજ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ, જુનાગઢ ખાતે ‘અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન’ અભિયાન અંતર્ગત પ્રેરણાદાયી સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિ નોંધાઈ હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી કરમટા સાહેબ, શિક્ષક મંડળ તથા સૈંકડો વિદ્યાર્થિની બહેનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાના માર્ગદર્શન દરમિયાન જણાવ્યું કે શાળાને સ્વચ્છ, શ્રેષ્ઠ અને પ્રેરણાદાયક બનાવવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌના સંકલ્પનું અમલ કરવું જરૂરી છે. પોતાના શિક્ષક જીવનના અનુભવોને યાદ કરતા તેમણે વિદ્યાર્થીઓને જીવન મૂલ્યો અને સંસ્કારો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા પ્રેરણા આપી.
કાર્યક્રમમાં પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગિયાએ જણાવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત અભિયાન અન્વયે માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં 1000 થી વધુ શાળાઓમાં સંકલ્પ લેવાયો છે. જ્યારે સમગ્ર ગુજરાતની 50,000 થી વધુ શાળાઓ, 2 લાખથી વધુ શિક્ષકો અને 70 લાખ વિદ્યાર્થીઓ આ અભિયાન હેઠળ સંકલ્પબદ્ધ બન્યા છે.
✨ પાંચ સંકલ્પો ✨
1️⃣ સ્વચ્છ, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયક શાળા
2️⃣ શાળાની મિલકત આપણી રાષ્ટ્રીય સંપત્તિ
3️⃣ શિક્ષણ, ચારિત્ર્ય નિર્માણ તથા સમાજ સેવા
4️⃣ સમરસતા અને ભાઈચારો
5️⃣ શાળાને તીર્થસ્થાન માનવું
આ સંકલ્પોનું પાલન થવાથી શાળા માત્ર શિક્ષણનું સ્થાન નહીં પરંતુ સંસ્કારોનું તીર્થસ્થાન બની શકે છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અનેક આગેવાનો તરફથી શુભેચ્છા સંદેશા પ્રાપ્ત થયા છે.
આ અભિયાનનો પ્રથમ તબક્કો ગુજરાતની 1000 શાળાઓથી શરૂ થયો છે જ્યાં શિક્ષકો તથા આચાર્યોને સાથે લઈ ‘આપણું વિદ્યાલય આપણું તીર્થ’ બનાવવાની દિશામાં કાર્ય શરૂ થયું છે.
📍 અહેવાલ : જગદીશ યાદવ, જુનાગઢ