“જિલ્લામાં હીટવેવથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર – તાપમાનમાં વૃદ્ધિ સાથે સાવચેતી જરૂરી”

🔥 ભારે ગરમી અને લૂથી બચવા માટે તાત્કાલિક પગલાં લેવાની સૂચના

📅 જૂનાગઢ, ૦5 માર્ચ ૨૦૨૫જિલ્લામાં વધતા તાપમાન અને હીટવેવના ખતરા વચ્ચે, જૂનાગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.ભારે ગરમીથી બચવા માટેની માર્ગદર્શિકા લોકોને હિટ-સ્ટ્રોક (લૂ) અને તાપમાનથી થતી તકલીફો ટાળવા મદદરૂપ થશે.

📌 ☀️ લૂ (હિટ-વેવ) લાગવાના મુખ્ય લક્ષણો:

  • માથું દુખાવું, શરીરનું તાપમાન વધવું, વધુ તરસ લાગવી
  • ઉલ્ટી-ઉબકા, ચક્કર આવવી, આંખે અંધારું છવાઈ જવું
  • અતિ ગંભીર કિસ્સાઓમાં બેભાન થવી અથવા શરીરમાં ખેંચ આવી જવી

📌 🛑 લૂ અને ગરમીથી બચવા માટેના મહત્વના ઉપાયો:
સીધા તડકાથી બચવું અને વધુ પ્રવાહી સેવન કરવું
લીંબુ સરબત, છાસ, નાળિયેર પાણી, ઓ.આર.એસ. નું સેવન કરવું
સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા, ટોપી-છત્રીનો ઉપયોગ કરવો
નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓએ વધુ કાળજી રાખવી
ખુલ્લો અથવા વાસી ખોરાક ન ખાવો, બરફનો ઉપયોગ ટાળો

📌 🌿 આયુર્વેદિક ઉપાયો:
🟢 વરીયાળી, કાચી કેરી, ગુલાબ અને દ્રાક્ષનું સરબત પીવું
🟢 દરરોજ ૧૦ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી તેનું સેવન કરવું
🟢 તરબૂચ અને ઠંડક આપતા ફળો ખાવા પર ભાર આપવો

📌 🏥 તાત્કાલિક સારવારની જરૂરિયાત:
👉 જો કોઈને હીટ-સ્ટ્રોક થાય તો તરત જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો.

📢 આ માર્ગદર્શિકા દ્વારા, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે લોકોને વધારે તડકામાં જવાનું ટાળવા અને સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો છે.

📌 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ