જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ.

ભાવનગર

પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી- મેસનઅબ્બા ઉર્ફે ચાઉસ કેરુન શહેરમાં આખલોલ જકાતનાકા પાસે, ટોયટાના શો-રૂમ સામે રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં મેસન ઉર્ફે મેસનઅબ્બા ઉર્ફે ચાઉસ અલીભાઇ કેરુન આરોપી હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ. આ અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)