
વલસાડ, તા.૫: જીપીએસસી તથા ગૌણ સેવા પસંદગી મંડળની વર્ગ-3 ની પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સાથે થયેલા અન્યાય સામે હવે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સમક્ષ રજૂઆત કરી છે.
યાદી વિવાદ:
વર્ગ-3ની ભરતી પ્રક્રિયામાં કુલ 2462 ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પસંદગી કરવામાં આવી છે, જેમાંથી માત્ર 100 ઉમેદવાર જ અનુસૂચિત જનજાતિના છે, જ્યારે અનામતની જોગવાઈ મુજબ 369 ઉમેદવારો હોવા જરૂરી હતા. એટલે કે લગભગ 269 ઉમેદવારો અન્યાયના શિકાર બન્યા છે.
ડૉ. ગરાસિયાનો આક્ષેપ:
તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યુ કે તા.18/05/2023ના ઠરાવ દ્વારા તમામ વર્ગો માટે 40% ન્યૂનતમ ગુણની શરત મૂકી દેવાઈ છે, જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને SEBC માટે અન્યાયકારી છે. આ ઠરાવ **સંવિધાનની કલમ 16(4), 335 અને 320(4)**ની વિરુદ્ધ જાઈ છે.
તેમણે ઉમેર્યું કે, અગાઉ તા.22/04/1983ના ઠરાવ મુજબ એવા વર્ગોને ન્યૂનતમ ગુણની શરતથી મુક્ત રાખવામાં આવતા હતા, અને હવે એ જ નીતિને પુનઃલાગુ કરવાની માંગણી કરવામાં આવી છે.
આંદોલનનો સંકેત:
ડૉ. ગરાસિયાએ આ મુદ્દે આખા સમાજને એકજૂથ થવાની હાકલ કરી છે અને કહ્યું કે જો યોગ્ય અને સમયસર નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચિમકી આપી છે.
અહેવાલ: વિશાલ પટેલ, વલસાડ