જુનાગઢ શહેરના દાતાર રોડ ખાતે ખોડિયાર ગેરેજ આગળ પાર્ક કરેલી કારમાંથી 79,867 રૂપિયાનું સેમસંગ ગેલેક્સી એસ-22 અલ્ટ્રા મોબાઇલ ચોરી ગયા બાદ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) મુજબ ગુન્હો નોંધાયો હતો.
પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાની દેખરેખે પોલીસે તપાસ શરૂ કરી હતી. પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની સૂચના બાદ ગુનાનિવારણ શાખાના પો.કોન્સ. કલ્પેશભાઇ ચાવડાને મળેલી બાતમીના આધારે આરોપી રાહુલ ઉર્ફે બાડો ઝવેરભાઈ સોલંકીને દાતાર રોડ પાસે ચોરીના મોબાઇલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ કેસની આગળની તપાસ એ.એસ.આઈ. વી.ડી. ગામીટ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપીનું નામ:
રાહુલ ઉર્ફે બાડો ઝવેરભાઈ સોલંકી (ઉ.વ. 21), મુળ નિવાસી – સનાડા, તા. કુકાવાવ, જી.અમરેલી, હાલ રહે – દાતાર રોડ, જુનાગઢ
જપ્ત મુદામાલ:
સેમસંગ ગેલેક્સી S22 અલ્ટ્રા મોબાઇલ – કિંમત રૂ. 79,867/-
સારી કામગીરી કરનાર અધિકારીઓ / સ્ટાફ:
પો.ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઈ. ભદ્રેશભાઈ રવૈયા, પંકજભાઈ સાગઠીયા, પો.હેડ કોન્સ. ટી.બી. સિંધવ, પો.કોન્સ. કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ શુકલ, વિક્રમભાઈ છેલાણા, નીતીનભાઈ હીરાણી, અજયસિંહ ચુડાસમા, જયેશભાઈ કરમટા, નરેશભાઈ બાલસ, જુવાનભાઈ લાખણોત્રા
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ