જુનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ખુનની કોશીશના ગુન્હામા છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ!

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબ ની સુચના તેમજ ઇ.પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં અલગ અલગ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા સુચન કરેલ જે સુચના અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ. જે.જે.પટેલ સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ ડી.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જૂનાગઢ જીલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ તથા જેલ ફરારી કેદીઓને પકડવા સારૂ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી કાર્યરત હતા.


દરમ્યાન પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પો.સબ ઇન્સ. ડી.કે.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચના પો. સબ ઇન્સ. ડી.એમ.જલુ તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડના એ.એસ.આઇ. ઉમેશભાઇ વેગડા, પો.કોન્સ. દિપકભાઇ બડવા, દિવ્યેશ ડાભી, દિનેશભાઇ છૈયા, પ્રવિણસિંહ મોરી નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, જુનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૩૦૪૯૯/૨૦૨૩ ઇ.પી.કો.ક. ૩૦૭ વિ. મુજબના કામે સબરમતી જેલ અમદાવાદથી પેરોલ જમ્પ પર રહેલ રોહીત દેવશીભાઇ બારીયા રહે.જુનાગઢ વાળો તા.૩૦/૧૦/૨૦૨૩ થી ફરાર થયેલ હોય જે હાલ મધુરમ પોતાના ઘરે હાજર હોવાની હકીકત મળતા મજકુર ઇસમની તપાસ કરતાં મજકુર હાજર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે સોપી આપવામા આવેલ છે.

હસ્તગત કરેલ આરોપીઓનુ નામ, સરનામુ:-
રોહીત દેવશીભાઇ બોદાભાઇ બારીયા ઉવ.૩૯ ધંધો. બાંધકામનો રહે. ૧૩ માળીયા, બાલાજી હેરીટેજ, બ્લોક નં. ૯૦૧, મધુરમ રોડ, જુનાગઢ

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ