જુનાગઢ,
ખોડીયાર યુવક મંડળ ટ્રસ્ટ, જુનાગઢના આયોજનમાં રવિવાર, તા. ૧૧ મે ૨૦૨૫ના રોજ આદર્શ પ્રાથમિક શાળા, દુબડી પ્લોટ, જુનાગઢ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપથી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના તજજ્ઞ ડૉ. શૈલેષભાઈ પંડ્યા અને ડૉ. અજયભાઈ પિઠીયાએ નિદાન સેવા આપી હતી. કુલ ૯૫ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો અને તેમને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી.
આ કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ૫૦ કુટુંબોને એક માસ ચાલે તેટલી અનાજ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલાએ સંસ્થાનો પરિચય આપતાં ઉપસ્થિત મહેમાનો અને ડૉક્ટરોનું સ્વાગત કર્યું હતું.
કેમ્પના સફળ આયોજનમાં નરેન્દ્રભાઈ જોષી, મેહુલભાઈ પરમાર, ઈન્દુબેન ખાણદર, રમીલાબેન ઘુચલા, મિતલબેન રાડા, રોશનીબેન ઘુચલા અને અન્ય સભ્યોની અગત્યની ભૂમિકા રહી હતી.
ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ ઘુચલાએ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ