જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક શ્રી. નિલેષ જાંજડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢવા અને ચોરી,લૂંટ, ઘરફોડ વિગેરે બનાવોમા સતર્કતા રાખી તાત્કાલીક કાર્યવાહી કરવા સુચનાઓ કરવામા આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વિસ્તારમા બનતા મિલ્કત સંબંધી તથા ચોરી જેવા ગુન્હાઓ ડામવા સુચના માર્ગદર્શન કરતા તેમજ એ.ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓએ સર્વલન્સ સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.સોલંકી નાઓને કડક કાર્યવાહી કરવા સુચના કરતા સર્વેલન્સ સ્ટાફના માણસોને સુચના આપેલ હોય જે અનુસંધાને એ.ડીવી.પો.સ્ટે.ગુ.ર. ૧૧૨૦૩૦૨૩૨૪૦૧૨૫૯/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૩૦૫(એ),૩૩૧(૩),૫૪ મુજબનો ગુન્હો તા.૨૩/૧૨/૨૦૨૪ ના રોજ રજી.થયેલ જેમાં આ કામેના ફરીયાદીની સંતોષ જ્યોત ઝવેલર્સ નામની દુકાનેથી ચાંદીની વીટીઓ જેમા ઢાળા ની વીટી નંગ-૦૬ જેની કિ.રૂ ૪૫૦૦/- તથા હાથ બનાવટની વીટી નંગ-૪ જેની કિ.રૂ ૨૦૦૦/- તથા એક ટુટેલ ચાંદીનો ચેઇન નંગ-૦૧ જેની કિ.રૂ ૫૦૦/- તથા ઇમીટેશન ધાતુ ના નાગ નંગ-૧૦ ની કોઈ અજાણી બે મહીલાઓ ચોરી કરેલ હોય અને સદરહુ ગુનો અનડીટેકટ હોય.જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી નાઓએ સદરહુ ગુન્હા બાબતે તુરંત જ સર્વલન્સ સ્ટાફના માણસોને ગુન્હામા ગયેલ મુદામાલ તથા આરોપી શોધી કાઢવા તાત્કાલીક કાર્યવાહી કરવા સુચના કરતા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ વાય.એન.સોલંકી તથા પો.સબ.ઈન્સ વી.એલ.લખધીર તથા પો.સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન ઢાળ રોડ પર બે મહીલાઓ શંકાસ્પદ મહીલાઓ મળી આવેલ જેને ચેક કરતા તેઓની પાસેથી ચાંદીની વીંટીઓ તથા ટુટેલ ચેઇન તથા નાગ મળી આવેલ હોય જેથી તે મહીલાઓને આ ચાંદીનો મુદામાલ તથા અન્ય ચીજવસ્તુઓ રાખવા બાબતે કોઈ આધાર પુરાવો હોય તો રજુ કરવાનું જણાવતા મજકુર મહીલાઓએ આ મુદામાલ બાબતે કોઇ આધાર પુરાવો રજુ કરેલ ન હોય જેથી મહીલાઓને વિશ્વાસમાં લઈ ચુકતી પ્રયુકતી થી પુછપરછ કરતા મજકુર મહીલાઓએ આ મુદામાલ જુનાગઢ છાયા બજાર માથી એક સોનીની દુકાન માંથી ચોરી કરેલાની કબુલાત આપતા સદરહુ મુદામાલ ગુ.ર.નં- ૧૧૨૦૩૦૨૩૨૪૦૧૨૫૯/૨૦૨૪ નો હોય જેથી બન્ને મહીલાઓને એ.ડીવી.પો.સ્ટે લાવી ધોરણસર અટક કરેલ અને નામદાર કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરેલ છે.(૧) પકડાયેલ આરોપીનું નામ સરનામુઃ-(૧) નંદુબેન વા/ઓ ભનુભાઇ ઉકાભાઇ બારૈયા ઉ.વ.-૪૫ ધંધો-ભંગાર વીણવાનો રહે-ચાર ચોક ગાયના ગોંદરા પાસે કેશોદ(૨) રેખાબેન વા/ઓ ભાવેશભાઇ ભીમાભાઇ પરમાર ઉ.વ.-૨૫ ધંધો-મજુરી રહે-સાંદીગઢના પાટીયા પાસે માંગરોળ રોડ કેશોદ{૨} આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-(૧) ચાંદીની વીંટીઓ જેમાં ઢાળા ની વીંટી નંગ-૦૬ જેની કિ.રૂ ૪૫૦૦/-(૨) ચાંદીની હાથ બનાવટની વીંટી નંગ-૪ જેની કિ.રૂ ૨૦૦૦/-(3) એક ટુટેલ ચાંદીનો ચેઇન નંગ-૦૧ જેની કિ.રૂ ૫૦૦/-(૪) ઇમીટેશન ધાતુ ના નાગ નંગ-૧૦ જેની કિ.રૂ ૧૦૦/- [3} સારી કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી:-એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી બી.બી.કોળી તથા પો.ઇન્સ.શ્રી એમ.સી.પટેલ તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા પો.સબ.ઇન્સ વી.એલ.લખધીર તથા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ તથા પો.કોન્સ કલ્પેશભાઇ ગેલાભાઇ તથા પો.કોન્સ વિક્રમભાઇ મનસુખભાઇ તથા પો.કોંન્સ નરેંદ્રભાઇ નારણભાઇ તથા પો.કોન્સ નિલેષભાઇ રાતીયા તથા પો.કોન્સ. જયેશભાઇ પ્રતાપભાઇ તથા પો.કોન્સ ધર્મેશભાઇ વાઢેર તથા પો.કોન્સ. જુવાનભાઇ રામભાઇ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)