જુનાગઢ જિલ્લાના કેશોદ પોલીસ સ્ટેશન તેમજ DYSP કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્સન યોજાયું..

જુનાગઢ

જુનાગઢ જિલ્લાના દરેક પોલિસ સ્ટેશન માં જિલ્લા પોલીસ વડા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવતું હોય જેમાં પોલીસ સ્ટેશન માં દરેક કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે, ત્યારે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન તેમજ DYSP કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્ષન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદ પોલીસ ની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી,

આ તકે dysp ઠક્કર સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબની હાજરીમાં તમાંમ સ્ટેફની નોંધ અને રજુવાતો તેમજ લેડીઝ પોલીસ ને પણ કોઈ પણ રજુઆત હોય તો જણાવવા કહેવામાં આવેલ હતું અને તમામ ની કામગીરી જોઈ અને રજૂઆતો sp સાહેબે સાંભળી હતી…

જ્યારે બીજી તરફ વર્ષો થી બનેલા કેશોદ પોલીસ સ્ટેશન જે હવે અવધિ પુરી થતા બિસ્માર હાલતમાં જોવા મળે છે અને દરેક રૂમ માં વરસાદી પાણી પડવાના કારણે જરૂરી ડોક્યુમેન્ટ અને ફાઈલો પલળી જવાના કારણે અવ્યવસ્થા ઉભી થઇ રહી છે અને વરસાદ ના કારણે ઘણાં જરુરી ડોક્યુમેન્ટ પણ પલળી જાય છે આ તકે કેશોદ પોલીસ સ્ટેશન નું સમારકામ અથવાતો નવીની કરણ થાય તેવું પણ લોકો દ્વારા જણાવવામાં આવેલું હતું…

તો બીજી તરફ કેશોદ શહેર માં વારંવાર ટ્રાફિક ને લગતી સમસ્યાઓ સર્જાય છે ત્યારે ટ્રાફિક માટે માત્ર ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડ તેમજ ગ્રામ રક્ષક દળ ના જવાનો નો સહારો લેવો પડે છે તેના કરતા ટ્રાફિક પોલીસ પણ કેશોદ શહેર ને ફાળવવામાં આવે તો બિન જરૂરી ટ્રાફિક સમસ્યાઓ અને ખોટા ખેલ નાખતા વાહન આપોઆપ ગુમ થઈ જશે તેવી લોકો ની માંગ છે જેથી કેશોદ શહેર ખાતે ટ્રાફિક ને સમય સર ન્યાય મળશે …

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)