જુનાગઢ જિલ્લાના માંગરોળમાં આન-બાન-શાન સાથે તિરંગા યાત્રા યોજાતા લોકો દેશભક્તિ ના રંગમાં રંગાયા.

જુનાગઢ

આઝાદીના ૭૮માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અન્વયે હર ઘર તિરંગા અંતર્ગત દેશ સહીત સમગ્ર રાજ્યભરમાં ખુબજ ઉત્સાહભેર તિરંગા યાત્રા સહીત કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે જે અન્વયે માંગરોળમાં પણ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની ખાસ ઉપસ્થિતમાં જુનાગઢ જિલ્લા માંગરોળ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર  શહેરીજનો દ્વારા આન-બાન-શાન સાથે વિશાલ તિરંગા યાત્રા કાઢવામાં આવી.

પ્રથમ બંદર વિસ્તારના ચોપાટી પાસે શહીદ સ્મારકે પુષ્પાંજલિ અર્પણ કરી ભારત માતા કી જય વંદેમાતરમ ના ગગન ભેદી નારાઓ સાથે આ તિરંગા યાત્રા બંદરના લાઇટ હાઉસ થઇ નવી જેટી ખાતે રાષ્ટ્રીય ગાન સાથે પુર્ણ કરાતા તમામ લોકો દેશ ભક્તિ ના રંગમાં રંગાયા હતા.

આ તિરંગા યાત્રામાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ, ડે.કલેકટર ગરચર સાહેબ, મામલતદાર પરમાર સાહેબ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, dysp ડી.વી.કોડીયાતર તેમજ જુનાગઢ માંગરોળ પોલીસ વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ, ખારવા સમાજ આગેવાન ધનસુખભાઈ ગોસીયા, વેલજીભાઈ મસાણી, દામોદરભાઈ ચામુંડીયા, પુર્વ પાલિકા પ્રમુખ ઘાંચી મુસ્લિમ સમાજ આગેવાન મોહમ્મદ હુસેન ઝાલા સહીત અનેક રાજકીય સામાજિક આગેવાનો, હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે વિવિધ શાળાઓના વિધાર્થીઓ, મદ્રેસાના બાળકો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમી લોકો અને પોલીસ જવાનો સાથે વિશાલ તિરંગા યાત્રામાં વંદેમાતરમ ભારત માતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે નિકળતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય બન્યુ હતું.

તિરંગા યાત્રાના અંતે જિલ્લા પોલીસ વડાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને ડેપ્યુટી કલેક્ટર કેશોદ દ્વારા તિરંગા યાત્રામાં જોડાવવા બદલ  સૌ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો

અહેવાલ :- પ્રકાશ લાલવાણી માંગરોળ (જુનાગઢ)